Gujarati News

Gujarati News

News of Monday, 15th February 2021

ચિત્ર શિક્ષક કેશુભાઇ લાઠીગરાના ૮૩ માં જન્મદિને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા ભાવસભર સન્માન

રાજકોટ : મ્યુ. હાઇસ્કુલ ભાણવડ ખાતે દીર્ઘ સમય સુધી ચિત્ર શિક્ષક તરીકે ફરજ બજાવી વિદ્યાર્થીઓનો અપાર પ્રેમ મેળવનાર કેશુભાઇ જે. લાઠીગરાનું આજે  તેમના ૮૩ માં જન્મ દિવસે તેમના નિવાસ સ્થાન રાજકોટ ખાતે જઇ ત્રણ ભુતપૂર્વ વિદ્યાર્થીઓ ચિત્રકાર અશોક ખાંટ (વલ્લભ વિદ્યાનગર), કલા શિક્ષક વલ્લભ પરમાર (રાજકોટ), ગ્રાફીક ડીઝાઇનર દિનેશ માકડીયા (રાજકોટ) દ્વારા સન્માન કરાયુ હતુ. આ પ્રસંગે જાણીતા લેખક વકતા જય વસાવડા પણ ઉપસ્થિત રહ્યા હતા. મ્યુ. હાઇસ્કુલ ભાયાવદરના પૂર્વ આચાર્ય જેન્તીભાઇ માકડીયા અને સ્ટાફગણે પણ શુભેચ્છાઓ પાઠવી હતી. હાલ કીડનીની બિમારી સબબ સારવાર લઇ રહેલ કેશુભાઇ અને તેમના ભુતપૂર્વ વિદ્યાર્થીઓનું મિલન થયુ ત્યારે ભાવુક દ્રશ્યો સર્જાયા હતા.

(3:08 pm IST)
  • કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાના કૌટુંબિક ભાઈ પ્રશાંત ચાવડાએ ભગવો ધારણ કર્યો, રાજ્યસભાના પૂર્વ સાંસદ લાલસિંહ વડોદીયાએ આણંદમાં ખેસ પહેરાવી કર્યું સ્વાગત access_time 1:05 am IST

  • મધ્યપ્રદેશમાં પણ કોરોનાના કહેરનો ખતરો : મહારાષ્ટ્ર બોર્ડરના જિલ્લામાં એલર્ટ : આરોગ્યમંત્રીએ જિલ્લા ક્રાઈસીસ મેનેજમેન્ટ ગ્રુપ સાથે બેઠક કરી :કોરોના ગાઈડલાઇનનું ચુસ્ત પાલન કરાવવા આદેશ : મહારાષ્ટ્રથી આવનાર પ્રવાસીઓને થર્મલ સ્ક્રીનિંગ કરાશે : મોટા મેળાવડા સહિતના આયોજન પર રોક લગાવાઈ access_time 11:20 pm IST

  • પ્રયાગરાજમાં પ્રદર્શન કરતા વિદ્યાર્થીઓને પોલીસે દોડાવી -દોડાવીને માર્યા : ધરણા સ્થળ છાવણીમાં તબદીલ :એકાદ ડઝન છાત્રોની અટકાયત :નોકરીની માંગ કરતા વિદ્યાર્થીઓને પોલીસે માર્યા :ખાલી પડેલા સેંકડો પદોપર ભરતીની માંગ સાથે વિધાર્થીઓ રસ્તા પર ઉતર્યા access_time 12:37 am IST