Gujarati News

Gujarati News

News of Friday, 17th January 2020

એડવર્ટાઇઝિંગ-બ્રાન્ડીંગ અને મીડિયા ક્ષેત્રના સંદીપ ગોહેલનો જન્મદિન

રાજકોટ, તા.૧૭ : જાહેર ખબરની દુનિયામાં ખ્યાતી મેળવનાર વાઇકિંગ એડ્ના સંદીપ ગોહેલનો આજે જન્મ દિવસ છે. નાની વયે જ અનેક સિદ્ધિ હાંસલ કરનાર સંદીપ ગોહેલે જાહેર ખબરની દુનિયામાં પોતાની ચાહના માત્ર સૌરાષ્ટ્ર જ નહિ પણ ભારતના અનેક રાજયમાં ફેલાવી છે. રાજકોટ, અમદાવાદ અને સૌરાષ્ટ્રના અનેક કલાયન્ટના સફળ કેમ્પેઇન પૂરા કર્યા છે.

સંદીપ ગોહેલ આજે પોતાના જન્મ દિવસની ખુશાલીમાં ચાર નવા સોપાન શરૂ કરવા જઇ રહ્યા છે. સેન્ડીના નામથી જાણીતા સંદીપ ગોહેલ રાજકોટ એડ્.સર્કલના છેલ્લા ૧૧ વર્ષથી સભ્ય છે. ઉપરાંત હવે તેઓ હોર્ડીંગ બિઝનેશમાં પણ અગ્રેસર થયા છે.

જાહેર ખબર અને હોર્ડીંગની દુનિયા સર કર્યા બાદ હવે નવું ક્રિસ ડેવલપર તરીકે આલિશાન બંગલોઝનો પ્રથમ પ્રોજેકટ પણ શરૂ કર્યો છે.

ક્રિશ કન્સ્ટ્રકશન, શિવધારા કોર્પોરેશન, ડીઝાઇન એન્ડ પ્રિન્ટીંગ અને ફોરેન એજયુકેશન કાઉન્સેલીંગ સાથે જોડાયેલા છે. સાથોસાથ અનેક સામાજિક સંસ્થા સાથે પણ જોડાયેલ છે. આજે તેમના જન્મ દિવસ પર તેમના મો.નં. ૯૭૧ર૯ ૮૧ર૩૮ ઉપર શુભેચ્છાઓ વર્ષી રહી છે.

(3:35 pm IST)