Gujarati News

Gujarati News

News of Friday, 10th January 2020

બુલંદ હૈ હોસલે ઉમ્મીદો કે સંગ, યકીન સે નિખરેગેં કોંગ્રેસ કે સપનો કે રંગ

અશોક ડાંગરને હેપ્પી બર્થ ડેઃ કભી ધૂપ, કમી છાંવ, 'મંઝિલ' પર ચલ પડે હૈ પાંવ

રાજકોટ તા. ૧૦ : શહેર કોંગ્રેસના લડાયક પ્રમુખ અશોક ડાંગર માટે આજના સૂરજે વિશેષ યાદગાર દિવસ ઉગાડયો છે તેમનો જન્મ તા.૧૦ જાન્યુઆરી ૧૯૬૧ ના દિવસે થયેલ આજે જાજરમાન જીવનના ૬૦માં વર્ષના દરવાજે ટકોરા માર્યા દીધા છે.

શ્રી અશોક ડાંગર વર્ષોથી રાજકીય ક્ષેત્રે કાર્યરત છે. ભૂતકાળમાં રાજકોટના મેયર પદે રહી ચૂકયા છે. જે તે વખતે અંદર-બહારના અનેક પડકારો છતા તેમણે વટથી પૂરી મુદત સુધી મેયર પદ શોભાવ્યું હતું. શહેર કોંગ્રેસનું સુકાન સંભાળ્યા પછી તેમણે પાર્ટીમાં નવો ધબકાર અને વિપક્ષમાં નવો પડકાર ઉભો કરી દીધો છે. સાથેવાળાની ખૂબીઓથી અને સામેવાળાની ખામીઓથી વાકેફ છે. તેજ, તાકાત અને તરવરાટ તેમની આગવી ઓળખ છે. જરૂર પડે ત્યારે શબ્દો 'ચોળવા' કરતા 'ચોડવા' માટે જાણીતા છે. આજે જન્મદિને તેમણે ર૦ર૦ના વર્ષની રાજકીય પરીક્ષામાં સૌના સાથથી સફળ થવાનો સંકલ્પ દોહરાવ્યો છે. ઔકાત નહિ પ્રતિસ્પર્ધીઓ કી ખ્વાબ કરે ભંગ, જીતેંગે લડકર ચૂનાવી જંગ, બુલંદ હૈ હોસલે ઉમ્મીદો કે સંગ, યકીન સે નિખરેગેં 'વિજય' કે રંગ..... 

મો.૯૮ર૪ર ૧૦પ૬૭ રાજકોટ.

(11:20 am IST)