Gujarati News

Gujarati News

News of Friday, 4th December 2020

એડવોકેટ - નોટરી - ગાયક - આસીત સોનપાલનો આજે જન્મદિવસ

રાજકોટ : જાણીતા વિદ્વાન એડવોકેટ એન્ડ નોટરી શ્રી આસીત સોનપાલનો આજ તા.૪-૧૨ના રોજ ૫૩માં વર્ષમાં પ્રવેશ થયેલ છે. તેઓએ ૧૯૯૦ની સાલથી વકીલાતનો વ્યવસાય કરી રહ્યા છે. ખૂબ નામના વકીલાત ક્ષેત્રે મેળવી ચૂકેલ શ્રી આસિત સોનપાલ સંગીત ક્ષેત્રે બહોળુ સ્થાન ધરાવે છે. સાથે ખૂબ સારા ગાયક કલાકાર તરીકે નામના પ્રાપ્ત કરેલ છે. દિલના ઉદાર, નિખાલસ માણસ તરીકે વકીલ આલમમાં તથા કલાકારોમાં ઓળખાતા મિત્ર વર્તુળમાં ખૂબ પ્રેમાળ રહેનારા શ્રી આસીત સોનપાલને ઠેર ઠેર શુભેચ્છા પ્રાપ્ત થઈ રહી છે. તેઓ સપ્તસુર ગ્રુપ નામનું સંગીતનું બહોળું ગ્રુપ ધરાવે છે. મો.૯૮૨૫૬ ૨૪૧૭૪.

(11:21 am IST)