Gujarati News

Gujarati News

News of Saturday, 28th November 2020

પૂર્વ મેયર ડો. જૈમન ઉપાધ્યાયનો જન્મદિન : ૬૫માં વર્ષમાં પ્રવેશ

રાજકોટ : રાજકોટના પૂર્વ મેયર અને વોર્ડ નં. ૧૪ના કોર્પોરેટર ડો. જૈમનભાઇ ઉપાધ્યાયનો જન્મ તા.૨૮ નવેમ્બર ૧૯૫૬ ના દિવસે રાજકોટમાં થયેલ. તેઓએ આજે યશસ્વી જીવનના ૬૫માં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે.

ડો. જૈમનભાઇએ મ્યુ. કોર્પોરેશનમાં આરોગ્ય સમિતિ તથા બાંધકામ સમિતિ ચેરમેન તથા બે ટર્મ સ્ટે. કમીટી ચેરમેન તથા મેયર સુધીના સર્વોચ્ચ પદ સંભાળ્યા છે. પૂર્વ ડો. જૈમનભાઇ ઉમીયાશંકર ઉપાધ્યાય ગુલાબકુંવરબા યુનિવર્સિટી જામનગરથી બીએસએએમની ડીગ્રી પ્રાપ્ત કરી છે. ૧૯૮૧થી રાજકીય કારકીર્દીની શરૂઆત કરી હતી. ૧૯૮૧માં પ્રથમ વખત રાજકોટ મ્યુ. કોર્પોરેશનની ચૂંટણી કોંગ્રેસમાંથી લડયા હતા અને કોર્પોરેટર બન્યા હતાં. ર૦૦૫માં ભાજપમાંથી કોર્પોરેટર બન્યા હતા ત્યારબાદ ડીસેમ્બર ૨૦૦૯ની ડીસેમ્બર ૨૦૧૦ કોર્પોરેશનની આરોગ્ય સમિતિ ચેરમેન, ડીસેમ્બર ર૦૧૦ થી ર૦૧૧ બાંધકામ સમિતિ ચેરમેન બન્યા હતાં. ડીસેમ્બર ર૦૧૧થી ડીસેમ્બર ર૦૧ર ડીસેમ્બર ર૦૧રની જુન ર૦૧૩ એમ બે ટર્મ સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન રહ્યા હતા.

તેઓ તબીબી વ્યવસાય સાથે સંકળાયેલા છે. અનેક સામાજીક સંસ્થા સાથે જોડાયેલ છે. તેમના જન્મદિવસે વિવિધ સામાજીક સંસ્થા સાથે જોડાયેલા તથા રાજકીય અગ્રણીઓ, કાર્યકરો, મિત્રો તથા શુભેચ્છકો દ્વારા મો. ૯૮ર૪ર ૧૦૬પ૦ શુભેચ્છા વર્ષા વરસી રહી છે.

(12:58 pm IST)