Gujarati News

Gujarati News

News of Saturday, 27th May 2023

રાજકોટના મદદનીશ સરકારી વકીલ રક્ષિત કલોલાનો જન્‍મદિવસ

રાજકોટઃ ડીસ્‍ટ્રીકટ કોર્ટમાં મદદનીશ સરકારી વકીલ તરીકે ફરજ બજાવતા રક્ષિત વી. કલોલાનો આજે જન્‍મદિવસ છે. જેમના જીવનરૂપી સફરમાં ૪૪માં વર્ષમાં પ્રવેશેલ છે. નાનપણથી જ રાષ્‍ટ્રીય સ્‍વયં સેવક સંઘ સાથે જોડાઈ સંઘની અનેકવિધ શાખાઓમાં કાર્યરત રહી અખીલ ભારતીય વિદ્યાર્થી પરીષદમાં વિદ્યાર્થીઓનું નેતૃત્‍વ કરી અને આંદોલનો કરી અનેક પ્રશ્નોને વાચા આપી છે. ભાજપમાં અલગ અલગ જવાબદારીઓ નિભાવી હાલમાં હિન્‍દુ જાગરણ મંચના અધ્‍યક્ષ તરીકે જવાબદારી નિભાવી રહ્યા છે. તેઓ મદદનીશ સરકારી વકીલ તરીકે રાજકોટ ખાતે છેલ્લાં ૧૧ વર્ષથી ફરજ બજાવી રહ્યા છે. તેઓએ અનેક ચકચારી કેસોમાં આરોપીઓને સજા અપાવીને સરકાર તરફે પ્રશંસનીય કામગીરી કરેલ છે. બાર એસોસીએશનની ચાલુ વર્ષની ચૂંટણીમાં પણ વ્‍યુહાત્‍મક રીતે કામગીરી કરેલી. વકીલઆલમમાં ખુબ જ બહોળી પ્રસિધ્‍ધી મેળવેલી છે. આજે તેમના જન્‍મદિવસ નીમિતે તમામ મિત્રો, સ્‍નેહીઓ, સગા વ્‍હાલાઓ તેમજ સામાજિક આગેવાનો દ્વારા ચોમેરથી તેમના મો.૯૪૨૬૨ ૬૮૬૮૫ ઉપર શુભેચ્‍છાઓ પાઠવી રહ્યા છે.

(2:58 pm IST)