Gujarati News

Gujarati News

News of Thursday, 25th May 2023

સૌરાષ્‍ટ્ર ક્રિકેટ એસોસીએશનના સેક્રેટરી હિમાંશુ શાહનો આજે જન્‍મદિવસ

રાજકોટઃ સૌરાષ્‍ટ્ર ક્રિકેટ એસોસીએશનના સેક્રેટરી શ્રી હિમાંશુભાઈ શાહનો આજે જન્‍મદિવસ છે. તેઓ યશસ્‍વી જીવનના ૫૭ વર્ષ પૂર્ણ કરી ૫૮માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. એકદમ સરળ અને નિખાલસ સ્‍વભાવ ધરાવતા હિમાંશુભાઈ સૌરાષ્‍ટ્ર ક્રિકેટ એસોસીએશનમાં ખૂબ જ સક્રીય છે. નિરંજનભાઈ શાહ અને જય શાહની સાથે ખભ્‍ભેખભ્‍ભા મિલાવી રાજકોટ શહેરને અનેક આંતરરાષ્‍ટ્રીય મેચો અપાવવામાં મહત્‍વનું યોગદાન રહ્યું છે. વિવિધ સંસ્‍થાઓમાં પણ સેવા આપી રહ્યા છે. એસ.સી.એ.માં વર્ષોથી સેવા આપતા સુરૂભાઈ દોશીએ પણ શુભેચ્‍છા પાઠવી છે. બહોળુ મિત્રવર્તુળ ધરાવતા હિમાંશુભાઈને સૌરાષ્‍ટ્ર ક્રિકેટ એસો.ના સભ્‍યો, ક્રિકેટરો, સગાસંબંધીઓ દ્વારા મો.૯૯૨૫૦ ૨૮૫૫૨ ઉપર અભિનંદનવર્ષા થઈ રહી છે.

(4:29 pm IST)