Gujarati News

Gujarati News

News of Thursday, 25th May 2023

ગુજરાત બ્રહ્મસમાજના અગ્રણી છેલભાઇ જોશીનો જન્‍મદિવસ

જૂનાગઢ -કોડીનારઃ  ગુજરાત બ્રહ્મસમાજના મસીહા અને સૌરાષ્ટ્ર કચ્‍છ બ્રહ્મ સમાજ ના પૂર્વ પ્રમુખ છેલભાઈ જોષી (પુષ્‍પરાજ) કોડીનાર વાળા આજે પોતાના ૭૬ વર્ષના જાહેર જીવનને પુર્ણ કરી ૭૭ માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. ત્‍યારે એક સંકલ્‍પ સાથે નિર્ધાર કરતાં જણાવ્‍યું છે કે પોતે આજીવન સમસ્‍ત બ્રહ્મસમાજ તેમજ સાધુ-સંતોના કાર્યો માટે તન મન ધન થી ખડે પગે રહેશે.

છેલભાઈ જોષી યુવા અવસ્‍થાથી જ સમાજ સેવા ઉપરાંત જાહેર જીવનમાં રહીને સૌરાષ્ટ્ર-કચ્‍છ સમસ્‍ત બ્રહ્મસમાજના પૂર્વ પ્રમુખ તેમજ સામાજિક સહકારી તેમજ રાજકિય ક્ષેત્રે અનેક જવાબદારીવાળા પદો ઉપર રહી ચૂક્‍યા છે. અને હાલ જીસીસી ગાંધીનગર ના પ્રમુખ તરીકે સેવા આપી રહ્યા છે. તેઓ દરેક સમાજ માં મોટો ચાહક વર્ગ ધરાવે છે માટે આજે તેમના જન્‍મ દિવસે દરેક લોકો દ્વારા દીર્ઘાયુષ માટે સોમનાથ મહાદેવ ને પ્રાર્થના સાથે જન્‍મ દિવસ ની શુભેચ્‍છાઓ તેમના મોબાઈલ ૯૮૯૮૦ ૧૫૯૦૫ પર પાઠવી રહ્યા છે.

 

(10:36 am IST)