Gujarati News

Gujarati News

News of Monday, 22nd May 2023

જામનગરના પૂર્વ ધારાસભ્ય-પૂર્વ રાજયમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાનો જન્મદિન

જામનગર, તા. રર: જામનગર રાજપૂત સમાજના અગ્રણી અને ૭૮ વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય તેમજ પૂર્વ મંત્રી ધર્મેન્દ્રસિંહ મેરૂભા જાડેજા હકુભાનો આજે જન્મદિવસ છે. હકુભા ભાગ્યલક્ષ્મી ચેરીટેબલ ટ્રસ્ટ સમાજના પછાત લોકોના કલ્યાણ માટે અને યુવાનોને શિક્ષણ અને રોજગાર માટે કામ કરવા, શૈક્ષણિક સંસ્થાઅોની સ્થાપના કરવામાં મદદ કરવા, નિરક્ષર સ્ત્રીઅોને શિક્ષિત થવા અને સમાજના મુખ્ય પ્રવાહમાં આવવા પ્રોત્સાહિત કરવા તે ધર્મેન્દ્રસિંહ જાડેજાનો ધ્યેય છે.
ધર્મેન્દ્રસિંહ જાડેજાની અન્ય વિગતો જાઇઍ તો શોખ  સામાજીક અને ધાર્મિક પ્રવૃત્તિઅો, શૈક્ષણિય લાયકાત ધો. ૧ર પાસે, પિતાનો વ્યવસાય ખેતી, ખંભાળિયા તાલુકાના ભાતેલ ગામના સરપંચ તરીકે સળંગ પાંચ વર્ષ માટે (૧૯૮૦ થી ૧૯૮પ) સેવા આપેલ. ખંભાળિયા તાલુકાની જમીન વિકાસ બેîકના પ્રમુખ તરીકે વર્ષ ર૦૧૦માં સેવા આપેલ છે.
પોતાનો વ્યવસાય ખેતી અને બિઝનેસમેન ચેરમેન ભાગ્યલક્ષ્મી ઍજયુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ-જામનગર, પાર્ટીનું નામ ઃ ભારતીય જનતા પાર્ટી, વ્યવસાયિક સરનામું - ૩૦૪-૩૦૭, શોપીંગ પોઇંટ, દિગ્જામ સર્કલ પાસે, જામનગર (ગુજરાત).
રાજકીય પ્રવૃત્તિઅો જાઇઍ તો જામ ખંભાળિયા ખાતે ૧૯૯૭ થી સામાજિક અને રાજકીય પ્રવૃત્તિઅો શરૂ કરી. જામખંભાળિયા તાલુકામા ૧૯૯૯ થી ર૦૦૧ ના સમયગાળા માટે સક્રિય કાર્યકર્તા તરીકે સેવા આપેલ. જામનગર જીલ્લામાં વર્ષ ર૦૦ર-ર૦૦૯ ના સમય ગાળા માટે સક્રિય કાર્યકર્તા તરીકે સેવા આપેલ. અોલ ઇન્ડિયા હેન્ડલૂમ બોર્ડ-નવી દિલ્હીના નિયામક તરીકે -ર૦૦૪-ર૦૦૮ ના સમયગાળા માટે કાર્ય કર્યુ.
વર્ષ-ર૦૦પમાં ખંભાળિયા તાલુકાના વાડિનાર વિસ્તારના જીલ્લા પંચાયત સભ્ય તરીકેની બેઠક જીતનારને સર્વોચ્ચ લીડ સાથે જીત અપાવી.
વર્ષ -ર૦૧૦માં ખંભાળિયા તાલુકાના વડિનાર વિસ્તારમાં જીલ્લા પંચાયત સભ્ય તરીકે ૪૮૦૦ મતોની જીલ્લાની સર્વોચ્ચ સીધી જીત હાંસલ કરેલ.
ર૦૧રમાં યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ૭૮ જામનગર ઉતર મતવિસ્તાર ધારાસભ્ય સીટ ઉપર જીત હાંસલ કરેલ.
ર૦૧૭માં યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જામનગર ઉપર મતવિસ્તારના ધારાસભ્ય તરીકે ૪૦૯૬૩ મતોની જામનગરની ઐતિહાસિક સર્વોચ્ચ જંગી લીડથી જીત હાંસલ કરેલ.
તા. ૦૯-૦૩-ર૦૧૯ થી તા. ૧૩-૦૯-ર૦ર૧ સુધી ગુજરાત સરકારના અન્ન અને નાગરિક પુરવઠા, ગ્રાહકોની બાબતો અને કુટિર ઉદ્યોગ વિભાગના રાજય કક્ષાના મંત્રી તરીકે તથા તા. ૧૧-૦૬-ર૦૧૯ થી તા. ૧૩-૯-ર૦ર૧ સુધી અમરેલી જિલ્લા પ્રભારી મંત્રી તરીકે જવાબદારી સંભાળેલ.
સામાજીક પ્રવૃતિઅોમાં વર્ષ ર૦૦૩ થી જામનગર જીલ્લા રાજપૂત યુવા સંઘના પ્રમુખ તરીકે કાર્યરત. વર્ષ ર૦૦પ થી જામનગર જીલ્લા રાજપુત સમાજના બોર્ડ સભ્ય તરીકે નિયુકત. જામનગર રાજપુત સમાજના આશાપુરા ઍજયુકેશન ટ્રસ્ટ માટે ટ્રસ્ટી તરીકે કાર્યરત. વર્ષ ર૦૦૧ થી જામનગર જીલ્લાના વિવિધ વિસ્તારોમાં રકતદાન શિબિર ગોઠવીને જી.જી. હોસ્પિટલ જામનગર ખાતે અસંખ્યા રકત બોટલ જમા કરાવેલ.  યુવા કાર્યકરોની ગોઠવણી દ્વારા જામનગર સરકારી હોસ્પિટલમાં જરૂરીયાતમંદ દર્દીઅોને ર૪ કલાક સહાય અને મફત દવા સેવાઅો પુરી પાડવી.
શ્રી ભાગ્યલક્ષ્મી ઍજયુકેશન ઍન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ અમારા પરિવાર દ્વારા સંચાલિત છ.ે આ ટ્રસ્ટની મૂખ્ય પ્રવૃતિ ઍટલે કે વિદ્યાર્થીઅો માટે ફ્રી નોટ બુક વિતરણ, વિધવા મહિલાઅોને મફત અનાજ વિતરણ, મફત ઍમ્બ્યુલન્સ સેવા, ગરબી લાણી અને ગણપતિ મહોત્સવ વગેરેની વિવિધ સમિતિઍ પ્રોત્સાહીક ઇનામ આપે છે તથા યુવા વર્ગના પ્રોત્સાહન માટે ક્રિકેટ ટુર્નામેન્ટના આયોજન કરે છ.ે નવરાત્રી દરમ્યાન માતાના મઢ-કચ્છ અને હોળી દરમ્યાન દ્વારકા પગપાળા જતા પદયાત્રીઅોને સેફટી જેકટનું વિનામુલ્યે વિતરણ કરવામાં આવે છે. સરકારની વિવિધ યોજનાઅોનો લાભ મેળવવા સારૂં પ્રજાજનોને જરૂરી માર્ગદર્શન આપી મદદરૂપ થાય છે અસંખ્ય પ્રજાજનોના પ્રધાનમંત્રી વીમા યોજનાના પ્રીમિયમનું ચુકવણું કરે છ.ે
ધાર્મિક પ્રવૃતિઅોમાં જામનગર જીલ્લાના તમામ ધાર્મિક સ્થળોને દાન આપવું, શ્રીમદ્દ ભાગવત જ્ઞાન યજ્ઞ, ગૌશાળામાં દાન અનાથશ્રમ તથા વૃધ્ધાશ્રમમાં યથા શકિત દાન, ધ્વજારોહણ તથા માતાજીના અનુષ્ઠાન વિગેરે જેવી ધાર્મિક પ્રવૃતિઅો સાથે જાડાયોલ છે.(૯.ર૪)

(5:19 pm IST)