Gujarati News

Gujarati News

News of Monday, 22nd May 2023

ગાયક ઓસમાણ મીરનો આજે જન્‍મ દિવસ

મોર બની થનગાટ કરે...

રાજકોટઃ મોર બની થનગાટ કરે... ફેઈમ ઓસમાણ મીરનો આજે જન્‍મદિવસ છે. તેઓએ  અસંખ્‍ય કાર્યક્રમોમાં પોતાની કલા પીરસી છે. દેશ- વિદેશમાં પ્રોગ્રામો આપી ચુકયા છે.

ઓસમાણ મીર, ૨૨મી મે, ૧૯૭૪ના રોજ જન્‍મેલા, એક વિખ્‍યાત ભારતીય પ્‍લેબેક ગાયક છે જેમના ગીતો મુખ્‍યત્‍વે હિન્‍દી અને ગુજરાતીમાં છે.  તેઓ એક ‘ઢોલીવુડ'ગાયક છે અને ૨૦૧૩ થી ‘બોલીવુડ'માટે પણ ગાય છે. તેમની કુશળતા લોક, ભારતીય શાષાીય, ભજન અને ગઝલ જેવી શૈલીઓમાં છે.  તેઓ એક દમામદાર તબલા વાદક પણ છે.

સુપરહિટ બોલીવુડ ફિલ્‍મ ગોલિયોં કી રાસલીલા રામ લીલાનું ગીત ‘મોર બની થનગાટ કરે'એ પહેલું સુપર ડુપર હિટ હિન્‍દી મૂવી ગીત છે જે ૨૦૧૩માં ઓસ્‍માન મીરે ગાયું હતું. ઓસ્‍માન મીરે ગાયેલું પ્રથમ ગુજરાતી ફિલ્‍મનું શીર્ષક ગીત છે ‘મે તો ચુંદડી ઓઢી તારા નામની'જેના સંગીતકાર એડવિન વાજ અપ્‍પુ હતા. ઓસમાણ મીરને સંગીતપ્રેમીઓ દ્વારા જન્‍મદિવસની શુભેચ્‍છાઓનો ધોધ વરસી રહ્યો છે

(11:58 am IST)