Gujarati News

Gujarati News

News of Friday, 19th May 2023

ગીર સોમનાથ-જુનાગઢ રેન્‍જ આઇ.જી. મયંકસિંહ ચાવડાનો જન્‍મદિન

(મીનાક્ષી ભાસ્‍કર વૈદ્ય દ્વારા) પ્રભાસ પાટણ તા. ૧૯: ગુજરાત પોલિસ જુનાગઢ રેન્‍જ આઇ.જી. મયંકસિંહ ચાવડાનો આજ તા. ૧૯ મે એ જન્‍મ દિવસ.

બનાસકાંઠાના અંબાજી પાસે આવેલ દાંતા ગામે જન્‍મેલા મયંકસિંહ ચાવડાનો જન્‍મ તા. ૧૯-પ-૬૪ના થયો. ર૦૦૧ ની બેચના તેઓ આઇ.પી.એસ. છે. જી.પી.એસ. ગુજરાતમાં તેઓ પ્રથમ નંબરે ઉતીર્ણ થયેલ છે. બી.ઇ. સીવીલ અને એલ.એલ.બી.ના સફળ અભ્‍યાસથી ૧૯૯૬ માં ડીવાયએસપી બન્‍યા. તેમના પિતાશ્રી પોરબંદર સાયન્‍સ કોલેજના પ્રિન્‍સીપાલ હતા.

ગાંધીનગર, વડોદરા, ગોધભરા, અમદાવાદ, જે.સી.પી., રાજકોટ ડેપ્‍યુટી પોલિસ કમિશ્‍નર દાહોદ એએસપી, નવસારી એએસપી, પોરબંદર સહિત વિવિધ જગ્‍યાઓએ યશસ્‍વી સફળ ફરજો બજાવી લોક કલ્‍યાણકારી કાર્યો-રેંન્‍જ વિસ્‍તારમાં વરસાદના પાણીનો સંગ્રહ થાય તે માટે ઇરીગેશન ડીપાર્ટમેન્‍ટના સહયોગથી ચેક ડેમો બનાવવા કૃતનિヘયિી. -રેંન્‍જ વિસ્‍તારમાં પ૦,૦૦૦ વૃક્ષો વાવેતરનો પ્રોજેકટ હાથ ધરેલ છે જેમાના મોટા ભાગના આંબાના વૃક્ષો હશે.

રેંન્‍જમાં ૬૩ હજાર એકર ગેરકાયદેસર સરકારી જમીન ઉપરના દબાણો હટાવાયા. દરિયાઇ સરહદની વાસ્‍તવિકતા-ભૂગોળ જાણવા પોરબંદરના દરિયામાં સતત ૧૪ કલાક સુધી પેટ્રોલિંગ પાર્ટી સાથે રહી વિગતે અભ્‍યાસ કરી તેને કારણે સંગીન સુરક્ષા બનાવાઇ.

જુનાગઢ પી.ટી.એસ. ગ્રાઉન્‍ડ વિશાળ છે તેના કેટલાક ભાગને ઓર્ગેનીક શાકભાજી વાવેતરમય બનાવી સ્‍વનિર્ભર અને શુધ્‍ધ-સાત્‍વીક શાકભાજી મળે અને આર્થિક બચત થાય તેવા પગલા લીધા.

ઉના અશાંતિ સમયે જાતે જઇ કાયદો વ્‍યવસ્‍થા અનુરૂપ પગલાં અને લોકોના સહયોગથી પરિસ્‍થિતિ થાળે પાડી. ઉચ્‍ચ અધિકારીઓ-કર્મચારીઓ અને જીલ્લાના લોકો વચ્‍ચે સેતુરૂપ તાલમેલ જાળવી સૌના હૃદયમાં આગવું સ્‍થાન પ્રાપ્‍ત કર્યું છે. (મો. ૯૯૭૮૪ ૦૬૯૯૯)

(11:38 am IST)