Gujarati News

Gujarati News

News of Thursday, 18th May 2023

જસદણના ઉદ્યોગપતિ હરેશભાઇ ધાધલનો જન્‍મ દિવસ

જસદણ તા. ૧૮ : યુવા ઉદ્યોગપતિ તેમજ જસદણ પાલિકાના પૂર્વ સભ્‍ય તેમજ ક્ષત્રીય સમાજના અગ્રણી અને સેવાભાવી યુવાન હરેશભાઇ ધાધલનો આજે જન્‍મ દિવસ છે. કોરોના કાળમાં ટ્રક ભરીને મોટી સંખ્‍યામાં ઓકિસજનના સિલિન્‍ડર પોતાના ખર્ચે જસદણ મંગાવીને લોકોને પૂરા પાડવાની સેવા કરનાર હરેશભાઇ ધાધલ હંમેશા સમાજમાં નાના માણસોને ઉપયોગી થાય છે અને લોકોને સેવા કાર્ય કરવા માટે પ્રેરણા આપે છે. તટસ્‍થ, પ્રમાણિક અને બહોળું મિત્ર વર્તુળ ધરાવતા હરેશભાઇનો આજે જન્‍મ દિવસ હોય તેમના મો. નં. ૯૯૦૯૩ ૬૮૬૪૪ ઉપર  જન્‍મ દિવસની શુભેચ્‍છા વર્ષા થઇ રહી છે.

(5:51 pm IST)