Gujarati News

Gujarati News

News of Thursday, 21st May 2020

મોરબી જિલ્લા પંચાયતના રાજકોટ સ્થિત સભ્ય

એકાવનથી બાવન, જીવન મધુવન... હરદેવસિંહ જાડેજાનો જન્મદિન

રાજકોટ : બહારો ફુલ બરસાઓ, આજ હરદેવસિંહ કા જન્મદિન આયા હૈ.. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્ય અને મોરબી જિલ્લા પંચાયતના કોંગ્રેસના સભ્યશ્રી હરદેવસિંહ જાડેજા આજે ચમકતા-દમકતા જીવનમાં બીજી વખત વન પ્રવેશ કર્યો છે. (જન્મઃ- ૨૧મે૧૯૬૯)

મૂળ વાંકાનેર તાલુકાના આગામી પીપળીયા ગામના વતની  અને રાજકોટને પોતાની કર્મભુમી બનાવનાર, વાંકાનેર માર્કેટીંગ યાર્ડના વાઇસ ચેરમેન  તેમજ ઈફકકો  દિલ્હી ડેલીગેટ , વિશાળ મિત્રવર્તુળ ધરાવતા ક્ષત્રિય સમાજના અગરણી હરદેવસિંહ જાડેજા તેમના જીવનમાં આજે વન પ્રવેશ કરે છે.

વિદ્યાર્થીમાં અવસ્થામાં જસાણી કોલેજમાં જનરલ  સેક્રેટરી  તરીકે યશસ્વી કામગીરી કરેલ. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પૂર્વ મંત્રી તરીકે પણ સફળ કામગીરી કરનાર શ્રી હરદેવસિંહ જાડેજા જિલ્લા યુવા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ તેમજ વાંકાનેર તાલુકા કોંગ્રેસના પ્રમુખ તરીકે પણ જવાબદારી સંભાળેલ છે. સૌને સાથે રાખીને કામ કરવા ટેવાયેલા વિશાળ મિત્ર વર્તુળ  ધરાવતા હરદેવસિંહ સંગઠનના  ક્ષેત્રે વિવિધ જવાબદારીઓ નિભાવેલ છે. શૈક્ષેણિક ક્ષેત્રે રાજકોટની  ૧૧૯ વર્ષ જુની સૌરાષ્ટ્ર હાઇસ્કુલ તેમજ પર વર્ષ જુની કે.જે. કોટેચા હાઇસ્કુલના ટ્રસ્ટી તરીકે પણ છે. ઉપરાંત હરિપર (પાળ) ખાતે આવેલ શ્રીમતી આર.ડી.  ગારડી  કોલેજ ઓફ એજ્યુકેશનમાં પણ મનેજીંગ ટ્રસ્ટી છે. 'દીકરાનું ઘર' વૃદ્ધાશ્રમના સલાહકાર સભ્ય તરીકે   તેમજ વિવેકાનંદ યુથ  કલબ , થેલેસેમિયા  જન   જાગૃતિ પ્રચાર  સમિતિમાં સક્રિય તરીકેની ભૂમિકા  ભજવેલ છે.

મોબાઇલ નં. ૯૮૨૫૪ ૯૨૫૦૯ રાજકોટ

(11:30 am IST)