Gujarati News

Gujarati News

News of Monday, 18th May 2020

માજી સાંસદ રામજીભાઇ માવાણીનો જન્મ દિવસ : ૭૮ માં વર્ષમાં પ્રવેશ

રાજકોટ, તા. ૧૮ :  'માજી સાંસદ રામજીભાઇ માવાણીનો આજે જન્મ દિવસ છે.' રામજીભાઇનો જન્મ ધોરાજી મુકામે  શ્રીમાંત (નાના) કિસાન કુટુંબના થયો છે. પ્રાથમિક શિક્ષણ ધોરાજીમાં લીધેલ છે. ઉપલેટા મ્યુનિ. આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં તેઓએ બી.એ. (અર્થશાસ્ત્ર) ની પદવી અને એલ.અલ.બી.ની ઉપાધી અમદાવાદની ખ્યાતનામ સર એલ.એ. શાહ લો કોલેજમાં પ્રાપ્ત કરેલ વિદ્યાર્થી અવસ્થાથી જાહેર જીવનમાં સેવાકીય પ્રવૃત્તિઓ સાથે સતત સંકડાયેલ રહ્યા છે. ઉપલેટા કોલેજમાં વિદ્યાર્થી યુનિયનના પ્રમુખ તથા મંત્રી તરીકે તેઓ ચૂંટાયેલ હતા. અમદાવાદની સર એલ.એ. શાહ કોલેજમાં પણ તેઓ સેક્રેટરી તરીકે ચૂંટાયા હતા. રામજીભાઇએ જાતે ખેતી તથા વકીલાત કરી છે. ધોરાજી તાલુકાના ભૂતવડ ગામના સરપંચ તરીકે ચૂંટાઇને રાજકારણમાં પ્રવેશ કરેલ. સંસદ સભ્ય તરીકેની કામગીરીમાં સફળ રહ્યા છે. સૌરાષ્ટ્ર-કચ્છ સ્ટોક એકસચેંજના તેઓ સ્થાપક પ્રમુખ રહ્યાછે. રાજકોટ જીલ્લા પંચાયતના પ્રમુખ તરીકે પણ તેઓએ સફળ કામગીરી બજાવેલ છે. હાલમાં તેઓ આંતરરાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષાની પ્રવૃત્તિઓ સાથે સંકડાયેલ છે. કન્ઝયુમર કોર્ડોનેશન કાઉન્સીલ, ન્યુ દિલ્હીના વાઇસ ચેરમેન છે. આજે સફળ જીવનના ૭૮માં પ્રવેશ પ્રસંગે ઠેર-ઠેરથી શુભેચ્છાવર્ષા થઇ રહી છે.  તેમના મો. નં. ૯૪ર૬ર ૦૧૬૧૧ છે.

(3:56 pm IST)