Gujarati News

Gujarati News

News of Friday, 15th May 2020

ટેકનિકલ શિક્ષણ નિયામક જી.ટી. પંડયાનો જન્મદિન

રાજકોટના પૂર્વ જિલ્લા વિકાસ અધિકારી

રાજકોટ : ગુજરાતના ટેકનિકલ શિક્ષણ નિયામક શ્રી ઘનશ્યામભાઇ ટી. પંડયા માટે આજે વિશેષ યાદગાર દિવસ ઉગ્યો છે. તેમનો જન્મ ૧૯૭રના વર્ષની ૧પ મેએ થયેલ આજે વાઇબ્રન્ટ જીવનના ૪૯માં વર્ષની કેડીએ કદમ માંડયા છે. તેઓ મૂળ અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના સનાવિયા ગામના વતની છે.

ર૦૧૦ની બેચના આઇ.એ.એસ. કેડરના અધિકારી શ્રી જી.ટી. પંડયા ભૂતકાળમાં જી.એમ.ડી.સી.માં સીનિયર મેનેજર, રાજયના નાયબ ઉદ્યોગકમિશનર, રાજકોટ  જિલ્લા વિકાસ અધિકારી, ગુજરાત મેડીકલ સર્વીસીઝ કંપનીના એમ.ડી., જી.પી.એસ.સી.ના કાર્યકારી સચિવ વગેરે પદ પર રહી ચૂકયા છે. નિષ્ઠા અને પ્રતિષ્ઠાથી ધબકતા-ઝબકતા અધિકારી છે.

ફોન નં. ૦૭૯- ર૩રપ૩પ૪૬, મો. ૯૯૭૮૪ ૭પર૩૦, ગાંધીનગર

(3:38 pm IST)