Gujarati News

Gujarati News

News of Friday, 15th May 2020

કેશોદના ડે. કલેકટર રેખાબા સરવૈયાનો જન્મદિવસ

પ્રભાસ પાટણ-કેશોદ,તા.૧૫: કેશોદમાં ડે. કલેકટરની ફરજ બજાવતા  મુળ રાજકોટ જીલ્લાનાં ધોરાજી તાલુકાના છત્રાસા ગામના વતની રેખાબા સરવૈયાનો આજે જન્મદિન છે.

 વિજ્ઞાનક્ષેત્રે અનુસ્નાતકમાંઙ્ગ અનેઙ્ગ પત્રકારત્વ અભ્યાસમાં બન્ને ઉચ્ચ અભ્યાસક્રમમાં યુનિ.માં પ્રથમ નંબર સાથે તેઓએ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરેલ હતા.ઙ્ગ તેઓએ અનેરી સિધ્ધી પ્રાપ્ત કરીઙ્ગ ઙ્ગઉચ્ચ શિક્ષણમાં એકથી વધુ વખત યુનિવર્સિટીમાં પ્રથમ નંબરે રહ્યા હતા.આમ તેઓ અભ્યાસમાં પણ હંમેશા અવ્વલ રહેલ હતા.

જી. એ. એસ. કેડર હોવા ઉપરાંત ગુજરાત સાહિત્ય અકાદમી પ્રતિષ્ઠિત પુરસ્કારીત તેમના વાર્તા સંગ્રહો વર્ષ ૨૦૦૨માં તેઓએ લખેલ સૌથી પહેલું પુસ્તક 'રેત પર અક્ષર' વર્ષ ૨૦૧૬માં 'ખોબામાં દરીયો' અને વર્ષ ૨૦૧૮માં 'ધબકતુ શિલ્પ' ત્રણ પુસ્તકો પ્રસિદ્ઘ થયાછે આકાશવાણી રાજકોટના એનાઉન્સર તરીકે પણ તેઓનુંઙ્ગ યોગદાન છે.

તેઓશ્રીની ૨૦૦૭માં પ્રથમ પોસ્ટીંગ માણાવદરઙ્ગ બાદ જુનાગઢ કલેકટર કચેરીના મનોરંજન વિભાગ તાલાળા જામનગર મોરબી જુનાગઢ મુકામે પણ તેઓશ્રીએ મામલતદારની ઉત્કૃષ્ટ કામગીરી બજાવી હતી.ઈસરો એવોર્ડથી પણ સન્માનિત થયેલાં છેઙ્ગ

ગુજરાતનો સૌથી પ્રતિષ્ઠિત એવો કેતન મુનશી પુરસ્કાર તેઓને મળેલ તેમજ અસ્મિતા પર્વમાં પણ તેઓની પ્રસ્તૃતી વખાણવા લાયક રહી હતી.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટના જર્નાલીઝમ વિભાગ લેકચરર તથા આકાશવાણી રાજકોટ એલાઉન્સરની સેવા બજાવી ચુકેલાં તેઓ જુનાગઢના પ્રથમ મહિલા મામલતદાર તે સમયે હતા.ઙ્ગ

ગીર સોમનાથ જીલ્લામા ડેપ્યુટી કલેકટરની સફળ ફરજ બજાવ્યા બાદઙ્ગ ઙ્ગહાલ તેઓ કેશોદ ડે. કલેકટર તરીકે ફરજ બજાવતા રેખાબા સરવૈયાના જન્મદિને  મો.નં. ૯૯૨૫૦૧૭૫૮૪ ઉપર શુભેચ્છા વર્ષા થઇ રહી છે.

(11:31 am IST)
  • રાજયમાં લોકડાઉન-૪માં આંશિક રાહતથી રોજગારી શરૂ : રાજયના ૩ લાખ ઉદ્યોગો ધમધમતા થયાઃ રપ લાખની રોજગારી શરૂ : અશ્વિનકુમારની જાહેરાત access_time 5:25 pm IST

  • હવે જાગૃતતા માટે માટલાનો સહારોઃ આ તસ્વીર રાજસ્થાનના કિશનગઢની જ્યાં માટીના વાસણ બનાવનારે પીવાના પાણીના માટલા પર કોરોના પ્રત્યે જાગૃતતાનો સંદેશ લખ્યો છે તે દેખાય છે access_time 10:46 am IST

  • ઓસમાણ મીરનો જન્મદિવસઃ શુભેચ્છાવર્ષાઃ સુપ્રસિધ્ધ ગુજરાતી લોકગીત ગાયક- સ્વર સમ્રાટ ઓસમાણ મીરનો જન્મદિવસ ગઇકાલે હતો અનેક મિત્રો, શુભેચ્છકોએ અભિનંદન વર્ષા કરી હતીઃ આંધ્રપ્રદેશના રાજયસભાના સભ્ય શ્રી પરિમલ નથવાણીએ તેમના ટવીટર હેન્ડલ ઉપર ઓસમાણભાઇને શુભેચ્છા પાઠવી હતી access_time 10:26 am IST