Gujarati News

Gujarati News

News of Thursday, 14th May 2020

રાજકોટ મહાનગરપાલિકાના વિપક્ષી નેતા વશરામભાઇ સાગઠિયાનો જન્મદિવસ

રાજકોટઃ મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતા વશરામભાઈ સાગઠિયાનો આજે તા. ૧૪ મે ના રોજ જન્મ દિવસ છે. તેઓએ યશસ્વી જીવનના ૫૬માં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે. વશરામભાઈએ ૧૯૮૯માં બોટાદ તાલુકા યુથ કોંગ્રેસના પ્રમુખ બની રાજકીય કારકિર્દીનો  પ્રારંભ કર્યો હતો. ૧૯૯૨માં રાજકોટમાં શહેરમા કોંગ્રેસના સક્રિય કાર્યકર બન્યા હતા. તેઓએ રાજકોટ શહેરમાં મહામંત્રી, ઉપપ્રમુખ સહિતની વિવિધ જવાબદારીઓ સંભાળી છે. ૨૦૧૦માં કોર્પોરેશનની ચૂંટણી લડી વિજય થયા હતા. તેઓએ ૨૦૧૦માં વિપક્ષી નેતાની કામગીરી સંભાળી ચૂકયા છે. પુનઃ૨૦૧૬થી વિરોધ પક્ષના નેતા છે. તેઓ ડો. બાબા સાહેબ આંબેડકર ટ્રસ્ટ, અલમીન માનવ સેવા ચેરીટેબલ એન્ડ એજયુકેશન ટ્રસ્ટ, દલિત જનકલ્યાણ સંઘ સહિતની વિવિધ સંસ્થાઓ સાથે જોડાયેલા છે. આજે તેમના જન્મ દિવસે રાજકીય, મિત્રો, શુભેચ્છકો દ્વારા (મો. ૯૮૨૫૧ ૬૫૧૯૧) શુભેચ્છા વર્ષા વરસી રહી છે.

(3:40 pm IST)
  • દાદરા નગર હવેલીના સેલવાસમાં કોરોના પોઝિટિવ કેસ :મુંબઈથી સેલવાસ આવેલ એક પરિવારની ત્રણ મહિનાની બાળકીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ :સેલવાસ આરોગ્ય વિભાગે માતા અને બાળકી બંનેને અલગ અલગ આઇસોલેટ કર્યા :સંક્રમણ ફેલાતું અટકવવા તંત્રની કામગીરી access_time 9:46 pm IST

  • સુપ્રસિદ્ધ એસ્ટ્રોલોજર બેજાન દારૂવાલાને કોરોના પોઝીટીવઃ એપોલોમાં દાખલ : ૮૯ વર્ષના ખૂબ જ જાણીતા એસ્ટ્રોલોજર શ્રી બેજાન દારૂવાલાને કોરોનાનો ટેસ્ટ પોઝીટીવ આવતા તેમના હજારો - લાખો ચાહકો ચિંતામાં મૂકાયા છે : તેઓ ખૂબ જ જાણીતા કોલમીસ્ટ છે : સંખ્યાબંધ પુસ્તકો લખેલા છે : તેમની ગણેશા સંસ્થા ખૂબ પોપ્યુલર છે : અમદાવાદમાં રહે છે : તેમને એપોલો હોસ્પિટલમાં દાખલ કર્યા છે : તેમના પી.એ. શ્રી ચિરાગભાઈનો (મો.૮૧૪૧૨ ૩૪૨૭૫) ઉપર સંપર્ક કરવા પ્રયાસ કરતા ફોન ઉપાડેલ નહિં. access_time 2:15 pm IST

  • અમદાવાદના નિકોલથી આટકોટમાં 2 દિવસ પહેલા રહેવા આવેલા 45 વર્ષના લેઉઆ પટેલ પુરુષને કોરોના પોઝીટીવ આવતા તંત્રમાં દોડધામ access_time 10:21 pm IST