Gujarati News

Gujarati News

News of Thursday, 14th May 2020

રૂડાના પૂર્વ સલાહકાર - અર્બન પ્લાનર કે.બી.પાનખાનીઆનો જન્મદિવસ

રાજકોટઃ શહેરી વિકાસ વિભાગના અર્બન પ્લાનર નિવૃત અધિકારી કે.બી.પાનખાનીઆનો આજે જન્મદિન છે. તેઓ જીવનના ૭૦ વર્ષ પુર્ણ કરી ૭૧માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. ૪૦ વર્ષથી વધુ સમય ગુજરાત સરકારના અર્બન ડેવલપમેન્ટ ડીપાર્ટમેન્ટ હેઠળ વિવિધ જગ્યાઓ અને શહેરોમાં મહત્વની ફરજો બજાવી. હાલ પ્રજાપતિ સમાજની અમૃત કન્યા છાત્રાલયમાં પ્રથમથી સતત ૩૦ વર્ષથી પ્રમુખ તરીકે તેમજ ઉપેન્દ્રભાઈ માંડુભાઈ ગોહિલ ચેરીટેબલ ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી તરીકે (૨૨ વર્ષથી) અને પાણખાણીયા પરિવાર ટ્રસ્ટના પ્રમુખ તરીકે (૨૦ વર્ષથી) માનદ્ સેવા આપી રહ્યા છે. તેમના જન્મદિવસે મો.૯૮૨૫૨ ૧૯૬૦૯ ઉપર શુભેચ્છાઓ વરસી રહી છે.

(3:39 pm IST)
  • જમ્મુમાં ભારે બરફવર્ષા બાદ ૪૧.૫ જેટલી જોરદાર ગરમીનો કહેર : આ વર્ષે રેકોર્ડબ્રેક બરફવર્ષા બાદ જમ્મુમાં હવે ગરમી કહેર વરસાવી રહી છેઃ જમ્મુમાં શુક્રવારે ગુરૂત્તમ તાપમાન ૪૧.૫ ડિગ્રી અને લઘુતમ ૨૨.૨ ડિગ્રી તાપમાન નોંધાયેલ હોવાનું હવામાન ખાતાએ જણાવેલઃ હવામાન ખાતાએ વધુમાં જણાવેલ કે મે ના અંત સુધીમાં જમ્મુમાં તાપમાન ૪૫ ડિગ્રી સુધી પહોંચી શકે છે access_time 3:25 pm IST

  • હવે જાગૃતતા માટે માટલાનો સહારોઃ આ તસ્વીર રાજસ્થાનના કિશનગઢની જ્યાં માટીના વાસણ બનાવનારે પીવાના પાણીના માટલા પર કોરોના પ્રત્યે જાગૃતતાનો સંદેશ લખ્યો છે તે દેખાય છે access_time 10:46 am IST

  • અમદાવાદમાં ઇસનપુર પોલીસ મથકના PSI કે.એમ.ચાવડાનો કોરોના રીપોર્ટ પોઝેટીવ: PSI ચાવડાના સંપર્કમાં આવેલા ડી-સ્ટાફના જવાનોને પણ કોરોન્ટાઇન કરાયા.. access_time 11:52 pm IST