Gujarati News

Gujarati News

News of Saturday, 16th February 2019

રાજકોટ જિલ્લા પંચાયતના પૂર્વ કારોબારી અધ્યક્ષ

પરસોતમભાઇ સાવલિયાનો ષષ્ટિ પૂર્તિ વર્ષમાં પ્રવેશ

રાજકોટઃ જિલ્લા પંચાયતના પૂર્વ કારોબારી અધ્યક્ષ અને પૂર્વ વિપક્ષી નેતા શ્રી પરસોતમભાઇ સાવલિયા આજે જન્મદિનની શુભેચ્છા વર્ષાથી ભીંજાઇ રહયા છે. તેમનો જન્મ ૧૯૬૦ના વર્ષની ૧૬ ફેબ્રુઆરીએ થયેલ. આજે ૬૦માં વર્ષમાં પ્રવેશ કર્યો છે.

પડધરી પંથક તેમની રાજકીય કર્મભૂમિ છે. બેડી માર્કેટયાર્ડ સહિત વિવિધ સહકારી સંસ્થાઓમાં તેમનું મહત્વનું યોગદાન છે. વટથી અને છુટથી બોલવા માટે જાણીતા છે.

મો. ૯૪૨૬૯ ૧૫૩૯૯ રાજકોટ

(10:24 am IST)