Gujarati News

Gujarati News

News of Saturday, 9th February 2019

પોરબંદર, રાજકોટ, વલસાડના પૂર્વ કલેકટર

કાલે ચૂંટણી પંચના સચિવ મહેશ જોશીનો જન્મદિન

રાજકોટઃ. ગુજરાતમાં પંચાયતો અને પાલિકાઓની ચૂંટણી કરાવતા રાજ્ય ચૂંટણી પંચના સચિવ તરીકે કાર્યરત શ્રી મહેશ જોશી માટે ધન્ય કાલની ઘડી રળિયામણી, વર્ષગાંઠની વધામણી...

શ્રી મહેશ જોશીનો જન્મ ૧૯૫૩ના વર્ષની ૧૦ ફેબ્રુઆરીએ થયેલ. આવતીકાલે ૬૭માં વર્ષમાં પ્રવેશ કરશે. તેઓ ૧૯૯૪ની બેચના આઈ.એ.એસ. કેડરના અધિકારી તરીકે નિવૃત થયા બાદ સરકારે ચૂંટણી પંચમાં તેમની સેવા લીધી છે. અગાઉ રાજકોટમાં જિલ્લા વિકાસ અધિકારી અને કલેકટર, પોરબંદર અને વલસાડમાં કલેકટર, રાજ્યમાં જમીન દફતર નિયામક વગેરે સ્થાનો પર ફરજ બજાવી ચૂકયા છે.

ફોન નં. ૦૭૯-૨૩૨૫૨૧૪૯, મો. ૯૯૭૮૪ ૦૫૩૨૪ - ગાંધીનગર

 

(10:23 am IST)