Gujarati News

Gujarati News

News of Monday, 12th November 2018

નાટ્ય કલાધર કૌશિક સિંધવનો નૂતન વર્ષ દિને ૭૪માં વર્ષમાં પ્રવેશ

રાજકોટઃ આ વર્ષના નવા વર્ષના શુભદિને અત્રેના પીઢ નાટ્યકલાધર અભિનેતા કૌશિક સિંધવનો ૭૪માં વર્ષમાં પ્રવેશ થયો છે.

બાળ વયથી જ એટલે કે છેલ્લા ૫૫- ૫૮ વર્ષ થયાં સતત રેડિયો, ટીવી અને રંગભૂમિના સેંકડો નાટકોને પોતાના (દિગ્દર્શન સહિત) વિશેષતા, અભિનય, નાટ્ય વિષયક ૨૫ વર્ષની લેખનને કારણે તેઓ વિશેષ જાણીતા બન્યા છે. હાસ્ય, સામાજીક ગ્રામ્ય ચરિત્રો સાથોસાથ સંજય, જામરણમલ, શાહબુદ્દીન, દશરથ, રાવણ, રવિન્દ્રનાથ ટાગોર, સરદાર પટેલ, યોગીબાપાના ગુરૂ વિજ્ઞાન સ્વામિ જોધામાણેક, ડો.વી.એન.ગાડગીલ જેવા ઐતિહાસીક સેંકડો ચરિત્રો પણ જીવંત કર્યા છે. છેલ્લા થોડાં વર્ષો થયાં આ પીઢ કલાકાર પોતાના નાટ્ય ફળિયામાં, પોતાના અભિનયના બૃહદ અનુભવનો લાભ નવ યુવાનોને તાલીમ આપવા માટે કરી રહ્યા છે. ૭૪ની વયે પણ જીવંત નાટક સમા શ્રી સિંધવને તેઓની દીર્ધ નાટય કલાની સેવાઓ માટે પૂ.મોરારિ બાપુ સહિત રાજય, રાષ્ટ્રિય સ્તરે પણ બહુમાનિત કરવામાં આવ્યા છે.

(2:24 pm IST)