Gujarati News

Gujarati News

News of Wednesday, 7th November 2018

ગુજરાત સંકલિત બાળ વિકાસ યોજનાના નિયામક અશોક શર્માનો કાલે જન્મદિન

પ્રભાસ પાટણ તા. ૧૭ : ગીર-સોમનાથ જિલ્લાના પૂર્વ વિકાસ અધિકારી અને હાલ ગુજરાત રાજ્ય સંકલિત બાળ વિકાસ યોજનાના ગાંધીનગર સ્થિત નિયામક અશોક શર્મા તેમના યશસ્વી જીવનના ૫૩ વરસ પૂર્ણ કરી નૂતન વરસના શુભ દિવસે ૫૪માં વરસમાં પ્રવેશે છે.

તા. ૮-૧૧-૧૯૬૫ના રોજ જૂનાગઢના ગીરનારા બ્રાહ્મણ પરિવારમાં જન્મેલા તેઓ ડેરી, ટેકનોલોજી અને મેનેજમેન્ટના અનુસ્નાતક છે. ૧૯૯૩થી તેઓ ગુજરાતની વહીવટી સેવામાં જોડાયેલ છે.

પોરબંદર ડેપ્યુટી કલેકટર, અમરેલી જિલ્લા નિવાસી નાયબ કલેકટર, જૂનાગઢ જિલ્લા આર.ડી.સી., વેરાવળ અને જૂનાગઢ નગરપાલિકાના વહીવટદાર, ગીર-સોમનાથ જિલ્લા વિકાસ અધિકારી, સોમનાથ ટ્રસ્ટ એડમીનીસ્ટ્રેટર, રાજ્ય સર્વશિક્ષા અભિયાન સચિવ તરીકે સુંદર - સફળત્તમ ફરજ તેઓ બજાવી ચૂકયા છે.

રાજ્ય સરકારે તેમની સંુદર કામગીરીની નોંધ લઇ ઓસ્ટ્રેલિયા સહિત વિદેશોમાં ભારતના પ્રતિનિધિ તરીકે મોકલેલ હતા.

તેઓ આધ્યાત્મિક વિષયના રસ ધરાવતા હોઇ ગીતા અને રામાયણ સહિત વિવિધ વિષયો ઉપર વર્તમાનપત્રની ધાર્મિક પૂર્તિમાં નિયમિત લેખ લખતા રહે છે તેમણે 'જય સોમનાથ' અને 'જય ગિરનાર' નાટક પણ લખેલ છે. તથા 'આઇસ્ટાઇન આઇડીયાઝ એન્ડ ઓપીનીયન', 'શીલધારા', 'આદિ શંકર' સહિત વિવિધ પુસ્તકો પણ લખેલ છે. (મો.નં. ૯૬૩૮૫ ૧૪૯૦૦) (૨૧.૧૧)

(12:18 pm IST)