Gujarati News

Gujarati News

News of Friday, 21st September 2018

બાબરાના ગૌરક્ષક-શિવ ઉપાસક દેવુભાઇ બસીયાનો જન્મદિવસ

બાબરા તા. ર૧ :.. કાઠી ક્ષત્રીય સમાજના યુવાન અને જીલ્લા કરણી સેનાના સભ્ય દેવુભાઇ શૈલેષભાઇ બસીયા આજરોજ ર૦ વર્ષ પુર્ણ કરી ર૧ માં પ્રવેશ કરી રહ્યા છે. બાબરા પોલીસ મથક પાછળ રહેતા શ્રી બસીયા નાની ઉમરથી શિવ ભકિતના પ્રખર ઉપાસક અને અબોલ જીવોની રક્ષા માટે સૌરાષ્ટ્રભરમાં નોંધ પાત્ર કામગીરીથી જાણીતા છે. અનેક વખત સન્માનીત થવા પામેલ છે.

અમરેલી જીલ્લો રાજકોટ, ભાવનગર, વિગેરે વિસ્તારમાંથી અનેક પશુધન કતલખાને જતુ અટકાવી જીવના જોખમે બચાવવા દોડી જતા શ્રી દેવુભાઇ બસીયા બાબરા ખાતે જીવદયા કરૂણા પરીવાર, જીલ્લા એનીમલ વેલફેર, ગુજરાત ગૌ રક્ષા સહિતની સંસ્થાના કાર્યકર તરીકે કામ કરી રહ્યા છે. અને બાબરા પરગણામાં બહોળુ ચાહક વર્ગ ધરાવે છે. આજે તેમના જન્મ દિવસે મો. ૯૭૩૭૩ ૩૭૩૭૦ ઉપર શુભેચ્છા વર્ષા થઇ રહી છે.

(1:24 pm IST)