Gujarati News

Gujarati News

News of Thursday, 20th September 2018

વેસ્ટર્ન રેલ્વે મઝદૂર સંઘના સેક્રેટરી હિરેનભાઇ મહેતાનો આજે જન્મદિવસ

રાજકોટઃ વેસ્ટર્ન રેલ્વે મઝદુર સંઘના ડિવીઝનલ સેક્રેટરી શ્રી હિરેનભાઇ મહેતાનો આજે જન્મદીન છે તેઓએ યશસ્વી જીવનના ૫૨ વર્ષ પૂર્ણ કરી ૫૩માં વર્ષમાં પ્રવેશ કર્યો છે હસમુખ સ્વભાવના એવા હિરેનભાઇ રાજકોટ ડિસ્ટ્રીકટ ટેબલ ટેનિસ એસો.ના માનદમંત્રી તરીકે પણ સેવા આપી રહ્યા છે. તેઓ ૩૦ વર્ષથી મઝદૂર સંઘ સાથે સંકળાયેલા છે વેસ્ટર્ન રેલ્વેમાં ઓફીસ સુપ્રિટેન્ડેન્ટ તરીકે સેવા આપી રહ્યા છે.  ટેબલ ટેનિસના એક સારા ખેલાડી પણ છે શ્રી હિરેનભાઇને સ્ટાફ, મિત્રવર્તુળો તેમજ પરિવારજનો તરફથી શુભેચ્છાઓનો ધોધ વહી રહ્યો છે. (મો.૯૪૨૬૧ ૬૫૨૮૩)

(3:07 pm IST)