Gujarati News

Gujarati News

News of Monday, 17th September 2018

યુવા ભાજપના બાગનું મધમધતુ ફુલ સંજય ચાવડાઃ હેપ્પી બર્થ ડે

રાજકોટઃ. શહેરના સામાકાંઠા વિસ્તારમાં રચનાત્મક પ્રવૃતિઓ દ્વારા નામના મેળવનાર યુવા ભાજપ અગ્રણી સંજય અરૂણભાઈ ચાવડા (માલધારી)નો જન્મ તા. ૧૭ સપ્ટેમ્બર ૧૯૮૬ના દિવસે થયેલ. આજે ગતિશીલ અને પ્રગતિશીલ જીવનના ૩૩માં વર્ષના દ્વારે ટકોરા માર્યા છે. જોગાનુજોગ આજે દેશના વડાપ્રધાન શ્રી મોદીના જન્મદિવસે જ પોતાનો જન્મદિન હોવાથી તેમને વિશેષ આનંદ છે.

સંજય ચાવડા ખોડિયાર મિત્ર મંડળના સ્થાપક છે. દ્વારકા જતા પદયાત્રીઓ માટે સેવા યજ્ઞ ચલાવે છે. જન્માષ્ટમી જેવા પ્રસંગોની ઉજવણીમાં લોકોને જોડે છે. એ.બી.સી. સહકારી મંડળીના માધ્યમથી આર્થિક જરૂરીયાતમંદ લોકો માટે ઉપયોગી પ્રવૃતિ કરી રહ્યા છે. રાજકીય ક્ષેત્રે ભાજપમાં સક્રીય છે. માલધારી સહિત સમગ્ર સમાજના પ્રશ્નોના ઉકેલ માટે પ્રયત્નશીલ રહ્યા છે.

મો. ૯૮૨૫૭ ૦૭૦૨૩ અને ૯૮૨૫૭ ૦૭૦૮૮ - રાજકોટ

(12:25 pm IST)