Gujarati News

Gujarati News

News of Saturday, 15th September 2018

જે.કે. આસ્‍તિક ઝીંદાબાદ...ગૌરવપૂર્ણ જીવનના ૬૩માં વર્ષમાં મંગલ પ્રવેશ

રાજકોટઃ. ગુજરાત રેવન્‍યુ ટ્રીબ્‍યુનલમાં મેમ્‍બર તરીકે ફરજ બજાવતા જે.કે. આસ્‍તિક આજે પ્રેરક જીવનના ૬૩માં વર્ષમાં પ્રવેશી રહ્યા છે. (જન્‍મ તા. ૧૫ સપ્‍ટેમ્‍બર ૧૯૫૬). આઈ.એ.એસ. કેડરના અધિકારી તરીકે નિવૃત થયા બાદ સરકારે રેવન્‍યુ ટ્રીબ્‍યુનલ મેમ્‍બર તરીકે નિમણૂક કરી છે.

મૂળ અમદાવાદ જિલ્લાના ધોળકા પંથકના વતની જે.કે. આસ્‍તિક અગાઉ રૂડામાં મુખ્‍ય કારોબારી અધિકારી, રાજકોટમાં અધિક કલેકટર (સંકલન), સૌરાષ્‍ટ્ર વિભાગીય નગરપાલિકા નિયામક, ગુજરાત મ્‍યુનિસિપલ ફાઈનાન્‍સ બોર્ડમાં મુખ્‍ય વહીવટી અધિકારી, નાગરીક પુરવઠા ખાતામાં નિયામક, સુરેન્‍દ્રનગર જિલ્લા વિકાસ અધિકારી અધિક ગ્રામ વિકાસ કમિશનર વગેરે સ્‍થાનો પર યશસ્‍વી કામગીરી કરી ચૂકયા છે. નખશીખ પ્રમાણિક અને નિષ્‍ઠાવાન અધિકારી તરીકેની કારકિર્દી ઝળહળતી રહી છે.

મો. ૯૮૨૫૪ ૪૬૧૨૨- અમદાવાદ

(11:59 am IST)