Gujarati News

Gujarati News

News of Tuesday, 20th March 2018

સામાજીક કાર્યકર રૂપસિંહ પરમારનો જન્મદિવસ

રાજકોટ, તા.૨૦:જેનું કોઈ નહીં તેના સ્વજન બની સમાજ સેવાની જયોત ઝળહળાવતા રૂપસિંહ શિવસિંહ પરમારનો આજે જન્મદિવસ છે. બિનવારસી અનેક મૃતદેહોની અંતિમવિધિ કરી પૂણ્ય કમાતા રૂપસિંહભાઈ દ્વારા સૌરાષ્ટ્રના ગામોગામ એલ્યુમીનીયમની સીડોનું વિતરણ થઈ રહ્યુ છે. તેમની આ સેવાઓની કદર કરી ૧૯૭૪માં તે વખતના મુખ્યમંત્રી શ્રી બાબુભાઈ જશભાઈ પટેલે એવોર્ડ આપી સન્માનીત કરેલ. રાજકોટના જીવદયા મંડળે પણ સન્માન કરેલ. સેવામય સફળ જીવનના ૭૪માં વર્ષમાં પ્રવેશેલ રૂપસિંહ પરમાર (મો.૯૯૨૫૪ ૬૬૦૧૮)ને ઠેરઠેરથી શુભેચ્છાવર્ષા થઈ રહી છે.

(2:24 pm IST)