Gujarati News

Gujarati News

News of Monday, 19th March 2018

નવલકથા પર પ્રભુત્‍વ જમાવનાર રમેશભાઇ ત્રિવેદી ‘અભિજિત'નો જન્‍મદિન : ૮૧ માં પ્રવેશ

રાજકોટ તા. ૧૯ : જસદણ હાઇસ્‍કુલના અભ્‍યાસીક સંસ્‍કારી વાતાવરણમાં ઉછરેલા અભિજિત' ઉપનામધારી સાહિત્‍યીક જીવ રમેશભાઇ એમ. ત્રિવેદીનો જન્‍મ (૧૯૩૮) સૌરાષ્‍ટ્રના લાઠી પાસેના વિરપુરમાં થયેલ. જો કે તેમનું મુળ વતન રાજકોટ જિલ્લાનું જસદણ હતુ. એમ.એ., બી.એડ. સુધીનો અભ્‍યાસ કરી નવલકથાઓમાં સામાજિક, ધાર્મિક, રાજકારણીય બાબતો પર કલમ ચલાવેલ. તેમની નવલકથાના પાત્રો ઉચ્‍ચ કોટીના યા તો નિમ્‍ન કોટીનાં મજુર વર્ગ કે પછી પછાત કોમનાં પણ હોય, તો તેમાંસ્ત્રી પાત્રો કે પુરૂષ પાત્રો પ્રભાવી બની રહેતા. અમરેલી જિલ્લાના દૈનિક અઠવાડીક નવસર્જન નવયુગના તંત્રીશ્રી કાન્‍તિલાલ કામદાર કનક' ના શબ્‍દોમાં જોઇએ તો તેઓની નવલકથાઓ સરળ ભાષાશૈલી, દય સ્‍પર્શી પ્રસંગોથી છલોછલ જોવા મળતી. ડો. રાજેન્‍દ્રકુમાર ત્રિવેદીના શબ્‍દોમાં જોઇએ તો તેઓની શૈલીમાં વ્‍યાકરણની ચુસ્‍તતા, સંયમ અને વિવેક પણ જોવા મળે. નવચેતનના તંત્રી શ્રી મુકુંદભાઇ શાહના શબ્‍દોમાં જોઇએ તો ત્રિવેદીભાઇના લેખ - નિબંધો પ્રેરણાદાયી હોય છે.

તેઓએ ૧૨૫ જેટલી નવલકથાઓ અને લઘુ વાર્તાઓના ૨૫ જેટલા પુસતકો તેમજ રાષ્‍ટ્રભાષામાંથી અનુવાદિત કરેલ એ જાણ્‍યે અજાણ્‍યે' તથા શોલે' છે. ઉપરાંત લઘુવાર્તાઓનું ભાષાંતર કરેલ. મૌલિક બાળ વાર્તાઓ તેમજ ૧૫ બાળક પુસ્‍તકો લખ્‍યા છે. આગામી સમયમાં નવલકથા ગંગાદેવી' આવી રહી છે. આજે સફળ જીવનના ૮૧ માં વર્ષમાં પ્રવેશી રહેલ રમેશભાઇ ત્રિવેદીને ઠેરઠેરથી શુભેચ્‍છાવર્ષા થઇ રહી છે.

 

(11:46 am IST)