Gujarati News

Gujarati News

News of Saturday, 17th March 2018

ન્યુઝ ૧૮ના રિપોર્ટર હરીન માત્રાવડીયાનો આજે જન્મદિવસ

રાજકોટઃ ન્યુઝ ૧૮ ગુજરાતી ના સિનીયર રીપોર્ટેર હરિન માત્રાવાડિયા નો આજ જન્મ દિવસ છે. ગાંધી ભૂમિ પોરબંદર માં જન્મેલા હરિને કોલેજ સુધી નો અભ્યાસ પોરબંદર માં કર્યા બાદ રાજકોટ માં પત્રકારત્વનો અભ્યાસ કર્યો. પિતા બકુલભાઈ એ કારકિર્દી પોતાની રીતે સમજવાની ઉમદા તક આપી અને હરિને પત્રકારત્વ ની દિશા માં આગળ ઝંપલાવ્યુ.  હરિને પોતાની કારકિર્દી ની શરૂવાત જીટીપીએલ ચેનલ સાથે કરી, બાદ માં વીટીવી, અબતક  અને હાલ તેઓ ન્યુઝ ૧૮ ગુજરાતી ના સીનીયર રીપોર્ટેર તરીકે ફરજ બજાવી રહ્યા છે. રમત ગમત, અને સાહસવૃતિનો રસ ધરાવતા હરિને અનેક એકસકયુઝીવ સ્ટોરી દ્વારા અનોખું  પત્રકારત્વ રજુ કર્યું છે. પોતાના સ્ટીંગ ઓપરેશન થકી સમાજ ને ઢઢોળવાનું પણ કામ કર્યું છે. અનેક લાઈવ કવરેજ ના પોતાનો વિચાર રજુ કરી લોક પ્રશ્નો ને વાચા આપી છે. તેઓએ પોતાની કારકિર્દીમાં નરેન્દ્રભાઈ મોદી સહીત અનેક રાજનેતાઓ, ક્રિકેટરો, ફિલ્મ સ્ટાર, ઉદ્યોગપતિઓ સહિતના અનેક મહાનુભાવો ના ઈંન્ટરવ્યુ પણ કર્યા છે. મો.૯૫૮૬૮ ૩૮૬૩૪

(3:54 pm IST)