Gujarati News

Gujarati News

News of Friday, 16th March 2018

શિક્ષક કભી સાધારણ નહિં હોતા... ઉકિતને સાર્થક કરનાર કુંવરજીભાઈનો જન્મદિન

રાજકોટ : ''શિક્ષક કભી સાધારણ નહિં હોતા...'' લોકજીવનમાં રમતી ચાણકયની આ ઉકિત જેમના જીવનમાં ચરિતાર્થ થયેલી છે. વિંછીયાના એક નાનકડા જનડા ગામમાં તા.૧૬-૩-૧૯૫૫ના રોજ જન્મેલા કુંવરજીભાઈ બાવળીયાએ બી.એસ.સી., બી. એડ્. સુધી અભ્યાસ કરી પ્રથમ વિજ્ઞાન શિક્ષક તરીકે ભિમોરા, વિંછીયા અને રાજકોટની સુવિખ્યાત કડવીબાઈ વિરાણી વિદ્યાલયમાં સફળ શિક્ષક તરીકે કારકિર્દીની શરૂઆત કરેલ. ત્યારબાદ અંધશ્રદ્ધા અને અજ્ઞાનના વમળો દૂર કરવા લોકસેવક બની ગરીબ પ્રજામાં ઉજાસ પાથરવાની, મદદરૂપ થવાની ભાવનાથી લોકસેવક તરીકેની સેવાકીય કામગીરીની શરૂઆત કરેલ.

ગામડાના માણસને સરકારી કામ પડે ત્યારે મુંઝાય કયાક રજૂઆત કરવાની હોય, અરજી કરવાની હોય કે કોઈ વાત સમજાતી ન હોય, ત્યારે લોકો આગવી કોઠાસૂઝ ધરાવતા, શિક્ષિત, હોંશિયાર એવા કુંવરજીભાઈ પાસે આવે સમસ્યાના મુળ સુધી પહોંચવુ, લોક સમસ્યાને વધુ સારી રીતે વાચા આપવા ,લોક જાગૃતિના કાર્યો, બીજાને મદદરૂપ થવાની ભાવનાથી લોકોના કલ્યાણકારી કાર્ય કરવાના ઉદ્દેશ્ય સાથે રાજનીતિમાં આવ્યા. રાજનીતિમાં આવ્યા બાદ ૧૯૯૨માં પ્રથમ વખત ગુજરાત રાજય માર્ગ અને વાહન વ્યવહાર નિગમ લી.માં ડીરેકટર તરીકે નિમણુંક થયેલ. સતત કામગીરી, જાગૃતતાને કારણે ૧૯૯૫માં જસદણના ધારાસભ્ય તરીકે ચૂંટાયેલ. આ સમય દરમિયાન રેલ્વેમાં ડીઆરવી મેમ્બર તરીકે, સૌરાષ્ટ્ર યુનિ.માં સેનેટ સભ્ય તરીકે, ડો. આંબેડકર યુનિ.માં ડીરેકટર તરીકે ૧૯૯૭ થી ૨૦૧૦ સુધી જસદણ માર્કેટીંગ યાર્ડમાં સદસ્ય તરીકે કામગીરી કરેલ. ૨૦૦૯માં રાજકોટ લોકસભા મત વિસ્તારમાંથી સાંસદ તરીકે ચૂંટાયેલ અને પાંચ વર્ષ સુધી સતત રાજકોટ લોકસભાના સાંસદ તરીકે અનેકવિધ કામગીરી કરેલ અને છેલ્લે ૨૦૧૭ની વિધાનસભાની ચૂંટણીમાં પાંચમી વખત ધારાસભ્ય તરીકે જસદણ - વિંછીયા વિસ્તારમાંથી ચૂંટાયેલ એવા જાહેર જીવનના શુકન એવા કુંવરજીભાઈ બાવળીયા આજે ૬૩ વર્ષ પૂર્ણ કરેલ છે. તેઓને જન્મ દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવવામાં આવે છે. મો. ૯૮૨૪૪ ૫૧૩૨૧.(૩૭.૫)

(11:55 am IST)