Gujarati News

Gujarati News

News of Wednesday, 14th March 2018

જુનાગઢના ઉદ્યોગપતિ, ભાજપ અગ્રણી સંજયભાઇ કોરડીયાનો જન્મદિન

જુનાગઢ, તા. ૧૪ : જુનાગઢ ખાતે ઉદ્યોગક્ષેત્રે અને ત્યારબાદ રાજકીય કારકિર્દીમાં પણ  અનેકવિધ સફળતાઓ  હાંસલ કરનાર અને જુનાગઢ શહેરના સર્વત્ર વિકાસની યાત્રા શરૂ કરાવનાર ભાજપા અગ્રણી સંજયભાઇ કોરડીયાનો આજે તા. ૧૪ ના જન્મદિવસ છે તેઓએ ૪૭માં વર્ષમાં પ્રવેશ કર્યો છે.

શહેર ભાજપ પ્રમુખ/ સ્થાયી સમિતિ ચેરમેન તરીકે જુનાગઢના વિકાસના હઠાગ્રહી તરીકેની છાપ ધરાવનાર શ્રી સંજયભાઇ કોરડીયા પોતાના વ્યવાસાયિક જીવનને થોડો વિરામ આપી રાજકારણમાં પ્રવેશી જે શહેરમાં ખ્યાતિ પ્રાપ્ત થઇ તે શહેરનો વિકાસ અન્ય મહાનગરોની હરોળમાં પહોંચાડવા ખુબ જ પ્રયાસો કરેલ. આમ રાજકીય, સામાજિક અને વ્યાયવસાયિક ક્ષેત્રે પોતાનું સતત પદાર્પણ આપી રહેલ છે.

શ્રી સંજયભાઇ કોરડીયા હાલ સામાજિક ક્ષેત્રે પણ સતત સક્રિય છે જેના ભાગ રૂપે હાલ તેઓ ઉમીયા મંદિર સિદસર સગઠન પ્રમુખ, શ્રી પટેલ કેળવણી મંડળ જુનાગઢના ઉપપ્રમુખ પદે પણ કામગીરી કરી રહ્યા છે, આમ સમાજ અને દિકરીઓના ઉત્થાન માટે સતત સક્રિય છે.

સંજયભાઇ કોરડીયા સ્વચ્છતા અભિયાન પ્રકલ્પ-ગુજરાત પ્રદેશ ભાજપા, ઉપપ્રમુખ - શ્રી પટેલ કેળવણી મંડળ, જુનાગઢ, પૂર્વ પ્રમુખ, ભારતીય જનતા પાર્ટી, જુનાગઢ મહાનગર, પૂર્વ સ્ટેન્ડીંગ ચેરેમન, મહાનગર સેવા સદન, જુનાગઢ, સંગઠન પ્રમુખ, ઉમીયા માતાજી મંદિર-સિદસર, કોર્પોરેટર, જુનાગઢ, મહાનગરપાલિકા વોર્ડ નં. ૬, મેનેજીંગ ટ્રસ્ટી, સમન્વય ચેરીટેબલ ટ્રસ્ટ, જુનાગઢ, ટ્રસ્ટી-શ્રી પુષ્ટીસંસ્કાર સંસ્થા-જુનાગઢ, પ્રમુખ- VYO (વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન) જુનાગઢ જીલ્લો, ટ્રસ્ટી-માનવ સેવા ટ્રસ્ટ, મોરબી, અધ્યક્ષ, સ્વયંસેવક સમિતિ, રજતજયંતિ મહોત્સવ ર૦૧ર સિદસર, અધ્યક્ષ, ઔદ્યોગિક સમિતિ, મેગા ફેર મહોત્સવ ર૦૦૯ ગાંઠીલા, સભ્ય-જજ પેનલ, શ્રી ઉમિયા સમાધાન પંચ, જુનાગઢ, કારોબારી સભ્ય, ઉમિયા માતાજી મંદિર-સિદસર, કારોબારી સભ્ય, પરબત, લક્ષમણ પટેલ સમાજ, જુનાગઢ, પૂર્વ પ્રમુખ, જુનાગઢ-જુનીયર ચેમ્બર ઇન્ટરનેશનલ (જેસીઆઇ), પૂર્વ ઉપપ્રમુખ, જુનીયર ચેમ્બર ઇન્ટરનેશનલ, (સૌરાષ્ટ્ર-કચ્છ-ઉત્તર ગુજરાત ઝોન-૭)માં સેવા આપી છે.

વ્યવસાય ક્ષેત્રે બેસન ઉત્પાદનમાં વનરાજ ફૂડસ ઇન્ડસ્ટ્રીઝ, જુનાગઢ, વનરાજ પ્રોટીન ઇન્ડસ્ટ્રીઝ, જુનાગઢ, વેણુ પ્રોટીન્સ ઇન્ડસ્ટ્રીઝ, અમદાવાદ,  વેણુ ફૂડસ ઇન્ડસ્ટ્રીઝ, રાજકોટ, વિમલ પ્રોટીન્સ ઇન્ડસ્ટ્રીઝ (જુનાગઢ) પ્રા. લી. જુનાગઢ, હોટેલ સરોવર પોર્ટીકો બેલેવ્યુમાં પ્રદાન આપી રહ્યા છે.

સહકારના સિધ્ધાંતથી જીવતા સંજયભાઇ કોરડીયાના જન્મદિન નિમિત્તે મો.નં. ૯૮રપ૦ ૮ર૦૧૦ ઉપર શુભેચ્છા વર્ષા થઇ રહી છે.

(11:39 am IST)