Gujarati News

Gujarati News

News of Thursday, 22nd July 2021

જસદણ વિધાનસભા કોંગ્રેસ સોશિયલ મીડિયા ડિપાર્ટમેન્ટના કોર્ડિનેટર મેહુલભાઈનો જન્મદિન

જસદણઃ નિઃસ્વાર્થ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ પ્રમુખ અને જસદણ વિધાનસભા કોંગ્રેસ સોશિયલ મીડિયા ડિપાર્ટમેન્ટના કોર્ડિનેટર તેમજ વેસ્ટર્ન રેલ્વે રાજકોટ ડિવીઝનના પૂર્વ ડી.આર.યુ.સી.સી. (રેલ્વે બોર્ડ) મેમ્બર અગ્રણી મેહુલભાઈ સંઘવીનો આજે જન્મદિન છે તેઓનો જન્મ ૨૨ જુલાઈ ૧૯૭૪ના રોજ થયેલ અને જીવનના ૪૮ માં વર્ષમાં પ્રવેશી રહ્યા છે.

તેઓ ૧૯૯૨થી જાહેર જીવનની શરૂઆત કરી યુવા લડાયક નેતા તરીકેની નામના મેળવનાર મેહુલભાઈ એ જસદણ શહેરના વેપારીઓ અને શહેરીજનોના વિવિધ પ્રશ્ને તેમજ સેવાકીય ક્ષેત્રે અગ્રેસર રહી સારી એવી લોકચાહના હાંસલ કરી ર્છેં. ર્ંકોરોના મહામારીમાં કોરોનાગ્રસ્ત દર્દીઓને તેમજ જરૂરીયાત મંદ પરિવારોને મદદરૂપ થવાના દ્રઢ સંકલ્પ સાથે રાજકારણથી પર રહી નિૅંસ્વાર્થ સેવા સમિતિની રચના કરી લોકડાઉન એકના પ્રથમ દિવસથી શરૂ કરેલા સેવાયજ્ઞની ઝળહળતી જયોત આજ દિન સુધી પણ ચાલુ છે સેવાકાર્ય સંસ્થાઓએ વિશિષ્ટ સેવા સન્માન પત્ર અર્પી નિડર યોદ્ઘા તરીકે મેહુલભાઈ સંઘવીની સેવાકીય પ્રવૃતિને બિરદાવેલ છે. ર્ંસોશિયલ મીડિયા ક્ષેત્રે બહોળો અનુભવ ધરાવતા મેહુલભાઈએ પોતાની કોઠાસૂઝ થી સોશિયલ મીડિયા ક્ષેત્રે ફેસબુક - વોટ્સએપના માધ્યમથી લોક પ્રશ્નોને વાચા આપવા કોંગ્રેસ પક્ષના પ્રજાલક્ષી કાર્યોને લોકો સુધી પહોંચાડવા - વિરોધીઓને યોગ્ય જવાબ આપવા તેમજ દેશ અને દુનિયામાં બનતી વિવિધ દ્યટનાઓની સમયસર જાણકારી પહોંચાડવા તેમજ જસદણ - વિંછીયા વિસ્તારમાં કોંગ્રેસને વધુ મજબુત બનાવવા જસદણ કોંગ્રેસ સોશિયલ મીડિયાએ મહત્વનો ભાગ ભજવ્યો છે. તેમજ જન્મદિવસ નિમિતે મો.નં ૮૦૦૦૦૯૮૯૦૦ ઉપર શુભેચ્છા મળી રહી છે.

(11:53 am IST)