Gujarati News

Gujarati News

News of Thursday, 21st January 2021

સહકાર ગ્રુપના પ્રમુખ ધર્મેન્દ્રસિંહ ઝાલા (પિન્ટુભાઈ-ખાટડી)નો આજે જન્મદિવસ

 રાજકોટ : સહકારગ્રુપના પ્રમુખ અને પિન્ટુ ભાઈ-ખાટડીના હુલામણા નામથી જાણીતા ધર્મેન્દ્રસિંહ ઝાલાનો જન્મદિવસ છે.મૂળ મૂળી તાલુકાના ખાટડી ગામના વતની અને ખાટડી ગામના સરપંચ અને રાજપૂત કરણી સેનામાં ગુજરાતના ઉપાધ્યક્ષ ધર્મેન્દ્રસિંહ ઝાલાએ લોકડાઉનમાં બે મહિના સુધી રાજકોટ તેમજ આસપાસના વિસ્તારમાં ગરીબ પરિવારને અનાજની કીટ વિતરણ તેમજ નિઃશુલ્ક માસ્ક વિતરણની સેવા કરી છે.  કોરોના વોરિયર્સ પોલીસ અને સફાઈ કર્મચારીઓ સહિતનાઓને નાસ્તો અને ભોજન વિતરણ કરી ફરજ સાથે નૈતિક ફરજ બજાવી હતી. કલેકટર કચેરી સહિત સરકારીમાં સેલ્ફ સેનેટાઇઝ મશીન નિઃશુલ્ક આપ્યા છે. તેઓ છેલ્લા પાંચ વર્ષથી અનેક સેવાકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે.  ધર્મેન્દ્રસિંહ ઝાલાના જન્મદિવસે તેમના મિત્રો, સગા સ્નેહીઓ તરફથી (૯૭૧૪૩૧૧૧૧૧) શુભેચ્છાઓ મળી રહી છે.

(3:12 pm IST)