Gujarati News

Gujarati News

News of Wednesday, 20th January 2021

'આપ' ના પ્રદેશ સંગઠનમંત્રી શિવાજી ડાંગરનો જન્મ દિવસ

રાજકોટ તા. ૨૦ : મોરબી જિલ્લાના રવાપરના ખેડુત પરિવારમાંથી આવતા અને રાજકોટને કર્મભુમિ બનાવી પત્રકાર, સમાજ સેવક તરીકે બહુમુખી પ્રતિભા જમાવનાર શિવાજી ડાંગરનો આજે જન્મ દિવસ છે. આમ આદમી પાર્ટીમાં પ્રદેશ સંગઠનમંત્રી એવા શિવાજી ડાંગર શનેશ્વર ક્રેડીટ કો-ઓપ. સોસાયટીના ચેરમેન તરીકે તેમજ ભગતસિંહ ક્રાંતિ દળ સાથે પણ જોડાયેલા છે. આજે જન્મ દિવસે તેઓને ઠેરઠેરથી શુભેચ્છાઓ મળી રહી છે. તેમના મો.૭૮૭૮૪ ૪૪૪૪૮ છે.

(11:39 am IST)