Gujarati News

Gujarati News

News of Tuesday, 19th January 2021

અધિક મુખ્ય સચિવ બન્યા બાદ સી.વી. સોમનો પ્રથમ જન્મદિન

રાજકોટ : ગુજરાતના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી સી.વી.સોમનો જન્મ તા. ૧૯ જાનયુઆરી ૧૯૬૭ના દિવસે થયેલ. આજે પંચાવનમાં વર્ષના પંથે પ્રયાણ કર્યું છે. તેઓ મૂળ બિહારના વતની અને ૧૯૯૦ની બેચના આઇ.એ.એસ. કેડરના અધિકારી છે. અગાઉ મધ્યાહન ભોજન કમિશનર, શાળાઓ માટેના કમિશનર, નાગરિક પુરવઠા નિગમના એમ.ડી. સામાન્ય વહીવટ વિભાગ વગેરે સ્થાન પર રહી ચૂકયા છે.

ફોન નં. ૦૭૯-૨૩૨૫૧૩૭૩

મો. ૯૯૭૮૪ ૦૬૧૦૫ ગાંધીનગર

(12:50 pm IST)
  • સ્ટેમ્પ ડયુટી-દસ્તાવેજ મુલ્યાંકન માટે પુન : ધમધમાટઃ ગ્રામ્ય લેવલે હાલ રપ૦૦ તો સીટી-૧માં હાલ પરપ દસ્તાવેજો પેન્ડીંગઃ દર મહિને ૧પ૦ને ફટકારાતી નોટીસઃ ૬ મહિનામાં ૭૦ લાખની વસુલાત :સ્ટેમ્પ ડયુટી ડે. કલેકટર પુજા જોટાણીયાએ પત્રકારોને જણાવ્યું હતું કે કોરોનાને કારણે ઠપ્પ થયેલ સ્ટેમ્પ ડયુટી મુલ્યાંકન કામગીરીનો ફરી ધમધમાટ શરૂ કરાયો છેઃ જસદણમાં કામગીરી નીલ કરી દેવાઇ છેઃ ગોંડલ-ધોરાજીમાં કામગીરી ચાલુઃ શ્રી પૂજા જોટાણીયા પાસે ગ્રામ્ય લેવલ (વિભાગ-૧)માં રપ૦૦ તો રાજકોટ સીટી-૧ માં હાલ પરપ દસ્તાવેજો પેન્ડીંગઃ દર મહિને ૧પ૦ આસામીઓને ફટકારાતી નોટીસોઃ માત્ર ૬ મહિનામાં ૭૦ લાખથી વધુની વસુલાત access_time 3:04 pm IST

  • તાઇવાન માટે ચીન ખતરા સમાન : બની ગયાનું તાઇવાનના મહિલા રાષ્ટ્રપતિ સાઇ ઇંગ-વેને કહ્યું છે. છેલ્લા ૨ દિવસથી ચીન તરફથી સતત ફાઇટર પ્લેનો તાઇવાનની સીમામાં ઉડાવાય છે અને ચીન સંપૂર્ણ નફફટાઇથી કહે છે તાઇવાન અમે ગમે ત્યારે હડપ કરી જશું તેમણે કહ્યું કે તાઇવાન જલસીમામાં ધુસી આવવાનું કૃત્ય જ દર્શાવે છે કે ચીન આ સમગ્ર વિસ્તાર માટે ખતરા સમાન છે. અમેરીકાના ટોચના અધિકારી કીથ કૈચની તાઇવાન મુલાકાત સમયે ચીનના લશ્કરી વિમાનો તાઇવાન ઉપર ઉડયા હતા access_time 3:05 pm IST

  • મુંબઈ મહાપાલિકામાં વિરોધ પક્ષના નેતા તરીકે નિમણુંક આપવા ભાજપ લીડર પ્રભાકર શિંદેની માંગણી : કોર્પોરેટરની સંખ્યા બાબતે શિવસેના પછી ભાજપ બીજા ક્રમની પાર્ટી : કોંગ્રેસ ત્રીજા ક્રમે હોવા છતાં તેના કોર્પોરેટર વિરોધ પક્ષના નેતા ન બની શકે : હાઇકોર્ટમાં ભાજપ લીડરે કરેલી પિટિશન નામંજૂર : કોંગ્રેસના કોર્પોરેટર રવિ રાજા વિરોધ પક્ષના નેતા તરીકે ચાલુ રહેશે access_time 1:47 pm IST