Gujarati News

Gujarati News

News of Monday, 18th January 2021

મહેસાણા જીલ્લા અધિક કલેકટર પ્રદિપસિંહ રાઠોડનો જન્મદિન

પ્રભાસ પાટણ : ગીર -સોમનાથ જીલ્લા -વેરાવળ તાલુકાના પૂર્વ ડેપ્યુટી કલેકટર અને હાલ મહેસાણા જીલ્લા અધિક કલેકટર પ્રદિપસિંહ રાઠોડનો તા. ૧૯મીએ કાલે મંગળવારે જન્મદિવસ છે.

૧૯ જાન્યુઆરી ૧૯૭૩ના રોજ રાજકોટ ખાતે જન્મેલ અને મોરબીના વેજલપુર ગામના વતની એવા તેઓ ગાંધીનગર મ્યુ.નાયબ કમીશનર, કલોલ પ્રાંત અધિકારી-મહેસાણા જીલ્લા પંચાયત વિકાસ અધિકારી કલેકટર તરીકે ગૌરવ પદ- કાબીલેદાદ ફરજ બજાવી ચૂકયા છે. સારા -માયાળુ સ્વભાવ અને મળવા જેવા કર્મયોગી ફરજ નિષ્ઠ અધિકારી તરીકે રાજ્યમાં તેની ગણના થાય છે તેવા તેઓને જન્મદિને ઠેર -ઠેરથી અભિનંદન શુભેચ્છાનો વરસાદ મોબાઇલ નંબર ૯૯૨૫૨ ૩૨૩૭૩ ઉપર થઇ રહી છે.

(11:55 am IST)