Gujarati News

Gujarati News

News of Tuesday, 12th January 2021

જુનાગઢના સેવાભાવી રવિભાઇ રૈયાણીનો આજે જન્મદિન

જૂનાગઢઃ રાજેશભાઈ અને જયોત્સનાબેનના પુત્ર રવિભાઇ રૈયાણીનો આજે ૨૩મો જન્મદિવસ છે.

તેઓ માત્ર ૧૮ વર્ષની વયે આધાર ચેરીટેબલ ટ્રસ્ટની સ્થાપના કરી સરકારી શાળાના જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને બુક, પેન, પેન્સિલ, પેડ, રબર, સ્કેલ જેવી વસ્તુઓની શૈક્ષણિક કીટનું વિતરણ તેમજ છેલ્લા ત્રણ વર્ષથી ધો. ૧૦ અને ૧૨માં ઉત્ત્।ીર્ણ થયેલા ૪૦૦૦ થી વધારે વિદ્યાર્થીઓનું સન્માન કર્યું છે. યુવાન વયથી રાજકીય ક્ષેત્રે જંપલાવીને હરહંમેશ વિદ્યાર્થીઓના પ્રશ્ને ન્યાય અપાવવા પ્રયત્નશીલ રહ્યા છે.આ ઉપરાંત તેઓ જનમત ફાઉન્ડેશન, બાપા સીતારામ યુવક મંડળ જેવી સામાજિક સંસ્થાઓ સાથે જોડાઈને રકતદાન કેમ્પ, ગરીબોને ભોજન તથા શિયાળામાં ખુલ્લામાં સુતેલા જરૂરીયાતમંદ લોકોને ધાબળાનું વિતરણ જેવી સેવાકીય પ્રવૃતિઓ કરે છે. તેમને જન્મદિનની શુભેચ્છા મળી રહી છે.

(1:06 pm IST)