Gujarati News

Gujarati News

News of Tuesday, 12th January 2021

ઇશ્વર કી કૃપા કા ડેરા, મહેકે હર દિન સવેરા..

સેવાના સારથિ, જાહેર જીવનના મહારથી નરેન્દ્રબાપુનો જન્મદિન

રાજકોટ : જય આપાગીગાનો સાદ જેના હૈયે અને નાદ જેના હોઠે હંમેશા રહે છે તે મહંત શ્રી નરેન્દ્રબાપુ ગુરૂશ્રી જીવરાજબાપુના પ્રભાવી અને સેવાભાવી જીવનના પ૮મા વર્ષનો આજે પ્રથમ દિવસ છે. (જન્મ તા. ૧ર જાન્યુઆરી ૧૯૬૪)

જાહેર જીવનમાં નરેન્દ્રભાઇ સોલંકી તરીકે અને આધ્યાત્મિક ક્ષેત્રે નરેન્દ્રબાપુ તરીકે ઓળખાતા આ સેવાવ્રતિએ ચોટીલા પાસે 'આપાગીગાના ઓટલા'ની સ્થાપના કરી છે. છેલ્લા ૭ વર્ષથી ત્યાં કેલેન્ડરના પાના કે ઘડીયાલના કાંટા જોયા વગર સૌ માટે ભોજન, ચા-પાણી અને વિસામાની વણથંભી વ્યવસ્થા છે. તેઓ શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા જ્ઞાતિ સમસ્ત રાજકોટના પ્રમુખ છે. ૪ વખત ભાજપના કોર્પોરેટર તરીકે ચૂંટાઇને પોતાની લોકપ્રિયતા સિદ્ધ કરી હતી. રાજકોટમાં સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન અને ડે. મેયર તથા રાજયમાં આર્થિક પછાત વર્ગ વિકાસ નિગમના ચેરમેન રહી ચૂકયા છે. પાર્ટીના બક્ષીપંચ મોરચાના પ્રદેશ ઉપાધ્યક્ષ તરીકે તેમનું ઉલ્લેખનીય યોગદાન છે. શ્રી જીવરાજ પાર્કના નિર્માણ અને વિકાસમાં તેમનું પાયાનું પ્રદાન છે. તેમનામાં ભકિત અને શકિતનો સંગમ છે. પોતાનું 'અલાયદુ' રાજકારણ તેમને ફળ્યું છે. ફળ્યું છે એટલે ઘણું મળ્યું છે. જેની માથે 'ઉપરવાળા'ની મહેર છે, નરેન્દ્રબાપુને કાયમ લહેર છે..  મો. ૯૮ર૪ર ૧૦પર૮ , રાજકોટ.

(9:56 am IST)