Gujarati News

Gujarati News

News of Monday, 11th January 2021

લોધીકા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ મયુરસિંહ જાડેજાનો જન્મદિન

ખીરસરા : લોધીકા તાલુકાના રાતૈયા ગામના ક્ષત્રીય સમાજના યુવા નેતા લોધીકા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ મયુરસિંહ જાડેજાનો આજે જન્મ દિવસ છે.

તેઓ યુવા અવસ્થામાં જ કોંગ્રેસના કાર્યકર બન્યા તેમજ ટૂંક સમયમાં જ લોધીકા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ બન્યા બાદ તાલુકામાં કોંગ્રેસ પક્ષના સક્રિય કાર્યકર તેમજ પ્રમુખ તરીકે ખુબ જાગૃતાથી કામ કરી રહીયા છે તેમને પક્ષનાં સંગઠન તેમજ કોંગ્રેસના હોદેદારો- કાર્યકરો આગેવાનો તથા મિત્ર સર્કલ તેમજ રાજકીય અગ્રણીઓ દ્વારા જન્મ દિવસની શુભેચ્છાઓ મો. ૯૮ર૪૯ ૯૦૯૯૯ ઉપર આપી રહેલ છે.

(11:50 am IST)
  • લડાખ સરહદે વધુ સૈનિકો મોકલવાનું બંધ કરવા ચીન અને ભારત વચ્ચે સમજૂતી : ચીન અને ભારત બંને સરહદ ઉપર, ફ્રન્ટ લાઈન ઉપર, વધુ સૈનિકો મોકલવાનું બંધ કરવા, જમીન પરની હાલની પરિસ્થિતિ એકતરફી નહિ બદલવા, અને પરિસ્થિતિને જટિલ બનાવી શકે તેવા કોઈપણ પગલાં લેવાનું ટાળવા માટે સહમત થયા હોવાનું ચીનના રાષ્ટ્રીય સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યુ છે. ચીન અને ભારત બંને દેશોનું સત્તાવાર સંયુક્ત નિવેદન ટૂંક સમયમાં જાહેર થશે. access_time 11:59 pm IST

  • ફેસબુકના ભારતના વડા સુપ્રીમમાં દોડ્યા - કાલે સુનાવણી : દિલ્હી વિધાનસભા પેનલ દ્વારા પોતાની સમક્ષ જાજર થવા અંગેની નોટિસ સામે ફેઈસ બુકના ભારતના વડા સુપ્રીમ કોર્ટ પહોંચ્યા છે, અને આ હુંકમ સામે સ્ટે માગ્યો છે. સુપ્રીમ કોર્ટના જસ્ટિસ સંજય કિશન કૌલની અધ્યક્ષતામાં ત્રણ જજોની બેન્ચ આવતીકાલે બુધવારે આ અંગે સુનાવણી કરશે. access_time 12:01 am IST

  • વડોદરામાં વાઘોડિયા રોડ પાસેના વૈકુંઠ એપાર્ટમેન્ટમાં લિફ્ટ રિપેર કરનારા મિકેનિકનું લિફ્ટ અચાનક શરૂ થતાં દબાઇ જતાં મૃત્યુ access_time 10:40 pm IST