Gujarati News

Gujarati News

News of Saturday, 17th July 2021

હૈયેથી વરસતુ હેત મુબારક

મનીષ દોશીને જન્મદિન મુબારક

રાજકોટ,તા. ૧૭ : ગુજરાતના જાહેર જીવનના ગગનમાં સિતારાની જેમ ચમકતા કોંગ્રેસના મુખ્ય પ્રદેશ પ્રવકતા ડો.મનીષ દોશીનો જન્મ ૧૯૬૯ના વર્ષની ૧૭ જુલાઇએ થયેલ. આજે ત્રેપનમાં વર્ષના પ્રથમ દિવસના વહાલથી વધામણા કર્યા છે. હૈયેથી વરસતુ હેત મુબારક, મનીષ દોશીને જન્મદિન મુબારક..

મૂળ ઝાલાવાડના વતની ડો.મનીષ દોશી વર્ષોથી અમદાવાદમાં સ્થાયી થયા છે. ગુજરાત યુનિવર્સિટીમાં સિન્ડિકેટ સભ્ય તરીકે તેમનુ અનેરૂ યોગદાન રહ્યું છે. વિદ્યાર્થીઓ માટે કારકિર્દીલક્ષી માર્ગદર્શક પુસ્તકોના તેઓ સંપાદક છે. જીવંત ટીવી ચર્ચા, અખબારી નિવેદનો વગેરે દ્વારા તેમણે પ્રભાવક પ્રવકતા હોવાનું સિધ્ધ કર્યું છે. પોતાની વાત આંકડા સાથે રાજકીય આંકડા પર મુકવાનું કૌશલ્ય તેમનામાં છે.

મો. ૯૪૨૬૦ ૦૧૫૯૯ અમદાવાદ

(10:20 am IST)