Gujarati News

Gujarati News

News of Tuesday, 27th September 2022

રાજકોટ બાર એસો.ના પૂર્વ સેક્રેટરી એડવોકેટ મનિષ ખખ્‍ખરનો જન્‍મદિવસ

રાજકોટ,તા. ૨૭ : રાજકોટના અગ્રણી એડવોકેટ તથા રાજકોટ બાર એસો.ના ભૂતપૂર્વ સેક્રેટરી મનિષભાઇ હર્ષદભાઇ ખખ્‍ખરનો આજે તા. ૨૭/૯/૨૦૨૨ના મંગળવારે રોજ જન્‍મદિવસ છે. તેઓએ સાયન્‍સ ફેકલ્‍ટીમાંથી માઇક્રોબાયોલોજીનો અભ્‍યાસ પૂર્ણ કરી વકીલાતનો અભ્‍યાસ કરેલ અને તેઓએ વકીલાતની શરૂઆત રાજકોટમાં ૧૯૯૫ની સાલથી કરેલ તેઓ રાજકોટ બાર એસો.માં વિવિધ હોદ્દાઓ ઉપર ઘણી વખત ચુંટાય આવેલ છે. અને વકીલ આલમમાં તેઓની ખૂબ જ લોકચાહના અને નામના મેળવેલ છે તેમજ તેઓ અલગ અલગ બાર એસો.માં પણ હોદેદારો તરીકે રહીને વકીલો માટે પ્રશસંનીય કામગીરી કરેલ છે. તેઓએ ૨૦૦૪ની સાલમાં નેશનલ લો કોન્‍ફરન્‍સ તેમજ ૨૦૧૬ની સાલમાં લીગલ સેમીનાર તથા વકીલો માટે નિઃશુલ્‍ક ડીરેકટરીના કાર્યક્રમોમાં ખૂબ પ્રસશંનીય કામગીરી કરેલ છે. તેઓ લોહાણા સમાજમાં પણ પ્રતિષ્‍ઠિત હોદ્દા ઉપર રહી ચૂકેલ છે.

આ ઉપરાંત તેઓ રાજકોટની સેશન્‍સ કોર્ટમાં સરકારી વકીલ એડીશ્‍નલ પબ્‍લીક પ્રોસીકયુટર તરીકે તેમજ મોટર એકસીડન્‍ટ કલેઇમ કેસોમાં પણ પ્રશંનીય કામગીરી કરેલ છે. તેમજ તાજેતરમાં જ તેઓની સરકાર દ્વારા સ્‍પે. પબ્‍લીક પ્રોસીકયુટર (સ્‍પે.પી.પી. તરીકે એ.સી.બી. લાંચ રૂશ્વત) ધારાના કેસમાં નિમણુંક થયેલ હોય તેમજ રાજકોટ બાર એસો. સીનીયર જુનીયર વકીલ મિત્રોમાં તેઓ ખૂબ જ લોકચાહના ધરાવે છે. તેઓ રાજકોટ બાર એસો. તરફથી ઘણા વર્ષોથી ક્રીકેટ રમે છે અને તેમને હુલામણા નામ બુન, કાકા, માસા ના નામથી પણ ઓળખાય છે.અને તેઓ બહોળી સંખ્‍યામાં મિત્ર વર્તુળ ધરાવે છે. ધારાશાષાી મનીષ એચ. ખખ્‍ખરનો મો. ૯૪૨૭૨ ૨૨૨૦૪ ઉપર તેઓને વકીલો મિત્રો, સગા સ્‍નેહીઓ દ્વારા જન્‍મદિવસની શુભકામનાઓ પાઠવી રહ્યા છે.

(1:40 pm IST)