Gujarati News

Gujarati News

News of Tuesday, 19th February 2019

વોર્ડ નં. ૭ના કોર્પોરેટર અને સ્ટેન્ડીંગ સભ્ય મીનાબેન પારેખનો જન્મદિવસ

રાજકોટ, તા. ૧૯ મહાનગરપાલિકાના સ્ટેન્ડીંગ કમિટિના સભ્ય અને વોર્ડ નં.૭ના કોર્પોરેટર મીનાબેન અનિલભાઇ પારેખનો આજે જન્મદિવસ છે. મંગલમય જીવનના ૬૫માં વર્ષમાં પ્રવેશી રહ્યા છે.

મીનાબેનની જન્મભુમિ અને કર્મભુમિ રાજકોટની રહી છે. પિયર પક્ષ સોમૈયા પરિવાર પણ રાષ્ટ્રવાદની વિચારધારા સાથે જોડાયેલો છે. તેમજ તેઓ પતિ અનિલભાઇ પારેખે વીસ વર્ષ સુધી શહેર ભાજપના કાર્યાલય મંત્રી તરીકે જવાબદારી સંભાળેલ અને વર્તમાનમાં શહેર ભાજપના કોષાધ્યક્ષ તરીકે જવાબદારી સંભાળે છે. કોર્પોરેટર તરીકે ચૂંટાઇ આવેલ મીનાબેન સ્ટેન્ડીગ કમિટિના સભ્ય તરીકે સતત સક્રિય છે. આજે તેમના જન્મદિવસે પુત્રવધુ દિપાબેન, પૌત્ર શુભમ તેમજ કેનેડા સ્થિત પુત્રી લીઝા પડિયા, જમાઇ જીજ્ઞેશ પડીયા અને દોહીત્ર અર્જુન પડીયા સહીતનાએ શુભેચ્છા પાઠવી છે. તેમનો મોઃ ૭૬૦૦૪૧૪૪૫૮ છે.

 

(3:48 pm IST)