Gujarati News

Gujarati News

News of Tuesday, 21st September 2021

તિજોરી કચેરીના નિવૃત્ત ડેપ્યુટી હિસાબનીશ કિશનભાઇ અઘેરાનો જન્મદિન : ૬૭ માં પ્રવેશ

રાજકોટ તા. ૨૧ : ગાંધીનગરની ડાયરેકટર ઓફ એકાઉન્ટ અને ટ્રેઝરી કર્મચારી મંડળના માજી ઉપપ્રમુખ તથા ગુજરાત રાજય કર્મચારી ઉત્કર્ષ મંડળના માજી પ્રમુખ તેમજ જિલ્લા તિજોરી કચેરીના નિવૃત્ત ડેપ્યુટી હિસાબનીશ કિશનભાઇ કે. અઘેરાનો આજે જન્મ દિવસ છે. યશસ્વી જીવનના ૬૭ માં વર્ષમાં પ્રવેશ કરેલ છે. હાલ બાલાજી એજયુકેશનના મેનેજીંગ ટ્રસ્ટી અને બાલાજી કો.ઓ.હા. સોસાયટીના પ્રમુખ તરીકે સેવા આપી રહેલ કિશનભાઇ સજોડે અમરનાથ યાત્રા અને કૈલાશમાનસરોવર યાત્રા કરી ચુકયા છે. તેમના મો.૯૩૭૫૭ ૦૧૭૬૯ છે.

(2:53 pm IST)