Gujarati News

Gujarati News

News of Saturday, 21st April 2018

સતત ચોથા જિલ્લામાં કલેકટર બનેલા વિક્રાંત પાંડેનો કાલે જન્મદિન

રાજકોટ : અમદાવાદના નવનિયુકત જિલ્લા કલેકટર શ્રી વિક્રાંત પાંડેનો જન્મ તા. રર એપ્રિલ ૧૯૭૯ના દિવસે થયેલ. આવતીકાલે વાઇબ્રન્ટ જીવનના ચાલીસમાં વર્ષના દ્વારે ટકોરા મારશે. તેઓ ર૦૦પની બેચના આઇ.એ.એસ. કેડરના અધિકારી છે. અગાઉ પાલીતાણામાં મદદનિશ કલેકટર અને દાહોદમાં જિલ્લા વિકાસ અધિકારી તરીકે રહ્યા બાદ વલસાડ, ભરૂત અને રાજકોટ જિલ્લામાં કલેકટર તરીકે ફરજ બજાવેલ. પખવાડીયા પહેલા જ અમદાવાદ કલેકટર તરીકે તેમણે ચાર્જ સંભાળ્યો છે. તેઓ સતત ચોથા જિલ્લામાં કલેકટર બન્યા છે.

શ્રી વિક્રાંત પાંડેએ રાજકોટમાં કલેકટર તરીકે હીરાસર એરપોર્ટ અને ન્યુ રેસકોર્ષના નિર્માણના પ્રારંભમાં મહત્વનું યોગદાન આપેલ.

સૂચિત સોસાયટીઓ રેગ્યલાઇઝનું અમલીકરણ, યોગ દિનની ઉજવણી વગેરે કાર્યો પણ તેમના વખતમાં થયેલ. વડાપ્રધાન અને રાષ્ટ્રપતિના રાજકોટ શહેર-જિલ્લાના કાર્યક્રમોના સંકલનમાં તેમણે કુનેહ સાબિત કરી હતી. આવતીકાલના જન્મદિન નિમિત્તે આજથી જ તેમના પર શુભેચ્છા વર્ષા શરૂ થઇ ચૂકી છે.

ફોન નં. ૦૭૯- ર૭પપ૧૬૮૧, મો. ૯૯૭૮૪ ૦૬ર૦૧, અમદાવાદ

(12:40 pm IST)