Gujarati News

Gujarati News

News of Monday, 16th April 2018

ક્રિએટ ઈન્ડિયાવાળા અને મોટીવેશનલ સ્પીકર પ્રશાંત જોષીનો જન્મદિન

રાજકોટ : કહેવાય છે ને, જીતતા એ નથી, જે કયારેય પડતા નથી, પણ જીતે છે તે જે કયારેય હારતા નથી. આ વાતન સાર્થક કરનાર ક્રિએટ ઈન્ડિયા એડવર્ટાઈઝીંગના સ્થાપક, શૂન્યમાંથી સર્જન કરનારા અને પડકારને પ્રેમ કરનારા પ્રશાંત જોષીનો આજે જન્મદિવસ છે. નાની ઉંમરમાં કરીયરની શરૂઆત પ્રાઈવેટ કંપનીમાં સેલ્સ એકિઝકયુટીવ તરીકે કરી અને પછી સેલ્સ ટીમ લિડર, સેલ્સ મેનેજર અને સીનીયર સેલ્સ મેનેજર તરીકે સફળયાત્રા કર્યા બાદ અનુભવ, આવડત, ક્રિએટીવ થીંકીંગ અને પ્રમાણીકતાના દમ પર ક્રિએટ ઈન્ડિયા એડની સ્થાપના કરી. ક્રિએટીવ ડીઝાઈન્સ હોય, ક્રીએટીવ કોન્સેપ્ટ હોય કે બિઝનેસ ગ્રોથ માટેનું સ્ટ્રેટેજીડ માર્કેટીંગ અને બ્રાન્ડીંગ કરવાનું હોય. ક્રિએટ ઈન્ડિયા એઙ હંમેશા આગળ જ હોય. કંપની સાથે જોડાયેલા તમામ કલાયન્ટ્સને કવોલીટી સર્વિસ અને રીઝલ્ટ ઓરીએન્ટેડ કેમ્પેઈનીંગ કરી, કલાયન્ટની સફળતામાં જ ખુદની સફળતા માની આગળ વધવાના ધ્યેય સાથે પ્રશાંત જોષી, મૌલિક જોષી અને નિર્ભય જોષીએ એડવર્ટાઈઝીંગ અને મીડીયા ક્ષેત્રે ડગલુ માંડ્યુ. જેના લીધે ક્રિએટ ઈન્ડિયા એડવર્ટાઈઝીંગ આજે આ મુકામ પર પહોંચી શકયુ છે.

બિઝનેસ ગ્રોથ, સકસેસ અને હેપ્પી લાઈફને લગતા વિષયો સાથે લોકોને મદદરૂપ થવા માટે યુ ટ્યુબ પર મોટીવેશનલ અને બિઝનેસ રીલેટેડ વિડીયોઝ અપલોડ કરી યંગ મોટીવેશનલ સ્પીકર તરીકે પ્રશાંત જોષી બહાર આવી રહ્યા છે. થોડા સમય બાદ લાઈવ ફ્રી સેમીનાર કરી બુક પબ્લીશ કરી લોકોને જીંદગી કઈ રીતે જીવવી અને બિઝનેસને આગળ લઈ જવા માટેની પ્રેકટીકલ આઈડિયાઝ અને સ્ટ્રેટજી શેર કરશે. પ્રશાંત જોષીને મો. ૭૨૧૧૧ ૨૧૧૨૧ ઉપર શુભેચ્છા વર્ષા થઈ રહી છે.(૩૭.૧૦)

(4:01 pm IST)