Gujarati News

Gujarati News

News of Monday, 16th April 2018

ગવર્મેન્ટ પ્રેસના પૂર્વ કર્મચારી દિનેશભાઈ ભટ્ટ (ડી.એલ.)નો કાલે જન્મદિનઃ ૮૦માં વર્ષમાં પ્રવેશ

રાજકોટ : ડી.એલના હુલામણા નામથી એક સમયે તંત્રના વર્તુળમાં પરિચિત એવા શ્રી દિનેશભાઇ એલ.ભટ્ટ નો આવતીકાલે તા. ૧૭ મી એપ્રિલે જન્મદિન છે. તેઓ આ દિને ૮૦માં વર્ષમાં પ્રવેશે છે.

શ્રી ડી.એલ.ભટ્ટ રાજકોટ ગર્વમેન્ટ પ્રેસના ભૂતપૂર્વ કર્મચારી છે. તેમણે સર્વિસ દરમિયાન ગર્વમેન્ટ પ્રેસ યુનિયનના સેક્રેટરી તરીકે સેવાઓ આપી હતી.

જીવનના આઠ આઠ દાયકા સુધી તંદુરસ્તી જાળવી રાખનાર દિનેશભાઇનો હસમુખો ચહેરો છે. હજુ તેમને માથામાં ટાલ પડી નથી. તેમના માથાના વાળ પણ હજુ અકબંધ છે. જો કે એ વાળ સફેલ થતા ગયા છે.

ડી.એલ.ભટ્ટની આ ઉંમરે પણ તંદુરસ્તીનું કારણ તેમનો હંમેશા હસ્તો ચહેરો છે. કોઇપણ વાત કે મુદ્દા પર ચર્ચા કરતા હસતા રહેવું અને બીજાને હસાવતા રહેવું એ એમનો જાણે કે નિત્યક્રમ બની ગયો છે.(૪૫.૭)

(2:43 pm IST)