Gujarati News

Gujarati News

News of Friday, 13th April 2018

ઉપલેટાના મોટીવેશનલ ગુરૂ હેતલ હીંગરાજીયાનો જન્મદિન

ઉપલેટા તા.૧૩ : છેલ્લા પાંચ સાત વર્ષથી મોટીવેટીવ  એકેડમી શરૂ કરીને લોકોને યોગ્ય માર્ગદર્શન અને પ્રોત્સાહન પુરૂ પાડી મેમરી પાવર વધારવાની ફ્રી તાલીમ કેમ્પ યોજનાર હેતલ હીંગરાજીયાનો આજે જન્મદિવસ છે.

હેતલ હીંગરાજીયા છેલ્લા પાંચેક વર્ષથી શહેરની અંદર નાના ભૂલકાઓ માટે હેતલ્સ હેપી હોમ નામની ટોડકેર અને પ્લે હાઉસ જેવી સંસ્થા દ્વારા બાળકોના ભવિષ્યના ઘડતર સાથે માઇન્ડ, મેમરી અને મોટીવેશન દ્વારા શહેરમાં વસતા લોકો માટે મેમરી પાવર, ટીચર્સ ટ્રેનીંગ સેન્ટર, બિઝનેસ ડેવલપમેન્ટ પ્રોગ્રામ, આદ્યાત્મિક લોકોને ક્રિષ્નકથા જેવા ડાયનેમીક યોગા અને નાના મોટા માઇન્ડ પાવરના કાર્યક્રમો દ્વારા ઉપલેટા શહેરમાં મોટીવેશનલ ગુરૂ તરીકેની ખ્યાતી મેળવેલ છે. તદઉપરાંત વોટસએપ મેસેજ દ્વારા દરરોજ સવારના શહેરમાં વસતા લોકો માટે જરૂરી ટીપ્સ અપલોડ કરી મોટીવેટ દ્વારા તેઓને પ્રોત્સાહન પુરૂ પાડી રહ્યા છે. તેમનો મો. ૯૯૨૫૭ ૩૮૮૮૮ ઉપર શુભેચ્છાવર્ષા થઇ રહી છે.

(11:19 am IST)