Gujarati News

Gujarati News

News of Friday, 28th February 2020

યોગના બ્રાન્ડ એમ્બેસેડર હેતસ્વી સોમાણીનો જન્મદિન

ભાવનગર તા. ૨૮: યોગ ક્ષેત્રે અનેક ગોલ્ડ મેડલો પ્રાપ્ત કરનાર ભાવનગરના  હેતસ્વી સોમાણી 'બેક બેડિંગ કવીન' નો આજે જન્મદિવસ છે.  તેઓ ૨ વર્ષથી ભારતના યોગના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે સેવા આપી રહેલ છે.

ભાવનગરને દેશ-વિદેશ ફલક પર અનેક મેડલો અને રત્નો પ્રદાન કરાવ્યા છે હેતસ્વી સોમાણીનું નામ તાલુકા રાજ્ય અને દેશ જ નહી પરંતુ દેશના સિમાડા બહાર સુધી પરદેશમાં નામ ગુંજતુ થયુ છે. એવા 'બેક બેડિંગ કવીનનુ' બીરૂદ મેળવનાર હેતસ્વીનો આજ જન્મદિન છે તેઓ ૨૧ વર્ષ પુર્ણ કરી ૨૨માં વર્ષે મંગલ પ્રવેશ કરી રહેલ છે. તેમને પરિવારજનો તથા ભાવનગરવાસી તેમને જન્મદિવસની   શુભેચ્છા પાઠવે છે. હેતસ્વીને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી એ પણ સન્માનીત કર્યા છે. તેમણે બાળપણથી લઇ આજ સુધી મહેનત અને રાત દિવસનો તફાવત ભુલી કલાકો સુધી યોગઅભ્યાસ કરીને નામના મેળવી છે. તેમની પાસે ૬૦ થી વધુ ગોલ્ડ મેડલો મેળવેલ છે.

છેલ્લા ૨ વર્ષથી યોગમાં ભારતદેશના  'બ્રાન્ડ એમ્બેસેડર ' તરીકે સેવા આપી રહ્યા છે.

(11:35 am IST)