Gujarati News

Gujarati News

News of Thursday, 27th February 2020

વોર્ડ નં. ૧ના કોર્પોરેટર અંજનાબેન મોરઝરીયાનો જન્મદિવસ

રાજકોટ : વોર્ડ નં.૧ના ભાજપના જાગૃત કોર્પોરેટર તથા માધ્યમિક શિક્ષણ સમિતિના ચેરમેન અંજનાબેન અલ્પેશભાઈ મોરઝરીયાનો આજે તા.૨૭ ફેબ્રુઆરીના જન્મદિવસ છે. તેઓએ યશસ્વી જીવનના ૩૭માં મંગલ વર્ષમાં પ્રવેશ કર્યો છે. અંજનાબેનએ બી.કોમ. સુધીનો અભ્યાસ કર્યો છે. તેઓ છેલ્લા ૮ વર્ષથી ભારતીય જનતા પાર્ટીમાં કાર્યરત છે. પ્રજાપતિ સમાજના મહિલા મંડળમાં છેલ્લા ૧૦ વર્ષથી જોડાયેલા છે. તેઓ ૨૦૧૫માં મ્યુ.કોર્પોરેશનની ચૂંટણીમાં વિજયી બની નાની વયના મહિલા કોર્પોરેટરનું બહુમાન મેળવ્યુ છે. તેઓ વોર્ડમાં લોકપ્રશ્ન ઉકેલવા અગ્રેસર રહે છે. આજે તેમના જન્મદિવસે રાજકીય અગ્રણીઓ, શુભેચ્છકો, કાર્યકરો તથા પરીવારજનો દ્વારા (મો.૮૬૯૦૯ ૦૭૦૮૯, ૯૮૨૪૨ ૪૭૮૮૧) શુભેચ્છા પાઠવવામાં આવી રહી છે.

(3:47 pm IST)