Gujarati News

Gujarati News

News of Tuesday, 18th February 2020

ચશ્મા ક્ષેત્રે આંખો 'ઠારતી' પ્રગતિ, 'યુ'ટર્નવાળા ઉમેશ શેઠનો જન્મદિન

રાજકોટઃ 'યુ ટર્ન'નામથી  અત્યાધુનિક ઓપ્ટીકલ મોલ ધરાવતા શ્રી ઉમેશ શેઠનો જન્મ તા. ૧૮ ફેબ્રુઆરી ૧૯૬૭ના દિવસે થયેલ. આજે ગતિશીલ અને પ્રગતિશીલ જીવનના ચોપનમાં વર્ષની ડોર બેલ વગાડી છે. દેશ-વિદેશની નામાંકિત કંપનીઓના ચશ્માના વ્યવસાયમાં તેમણે રાજકોટના સીમાડા વળોટી નવી-નવી શાખાઓ દ્વારા ચોમેર કીર્તિ ફેલાવી છે. પરિશ્રમ અને પુરૂષાર્થના  સમન્વયથી સફળતા મેળવી છે. જીવનસંગીની શ્રીમતી નિશા શેઠે સફળતાના પ્રત્યેક કામમાં સાથ આપ્યો છે.

ફોન નં. ૦૨૮૧-૨૪૬૦૫૦૧

મો. -૯૯૨૪૪ ૫૮૨૧૦ રાજકોટ

(10:30 am IST)